Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

૩૦૦ કિલો હેરોઇન પાકિસ્તાનથી ટ્રોલર દ્વારા ચાર મહિના પહેલા માંડવી બંદરે લઇ અવાયેલ

જામસલાયાના અઝીઝ ભગાડની પૂછતાછમાં ATSએ કરેલો પર્દાફાશ : રૂ. ૩૦૦ કરોડની કિંમત :માંડવીના સલાયાના શખ્સોના નામ ખૂલ્યા : ઉત્તર ભારત તરફ ડ્રગ્સ મોકલાયુ : વધુ કડાકા ભડાકાના ભણકારા

ભૂજ તા. ૧૩ : દેવભૂમિ દ્વારકા ના જામસલાયામાંથીઙ્ગ એટીએસ દ્વારા ૧૫ કરોડ રૂપિયાના પાંચ કિલો હેરોઇન સાથે ઝડપાયેલ અઝીઝ અબ્દુલ ભગાડ ની પૂછપરછ માં ચોંકાવનારો ખુલાસો થયો છે. અઝીઝ ભગાડની જામસલાયામાં થી એટીએસે ધરપકડ કર્યા પછી ડ્રગ્સની દાણચોરી નું કચ્છ કનેકશન ખુલ્યું છે. એટીએસે માંડવીના સલાયા ગામના આરીફ આદમ સુમરા અને તેના એક અન્ય સાગરીતને ઉઠાવ્યા છે.

એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર મહીના પહેલાં પાકિસ્તાન થી અંદાજિત ૩૦૦ કરોડની કિંમતનો ૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો કચ્છ ના માંડવીના દરિયા કિનારે લેન્ડ કરાયો હતો. જેમાં જામ સલાયાના અઝીઝ ની સાથે માંડવીના સલાયાના આરીફ અને અન્ય સાગરીતો આ હેરોઇન ડ્રગ્સની દાણચોરી સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ચારેક મહિના પહેલા માછીમારીના ટ્રોલર્સ દ્વારા ૩૦૦ કિલો હેરોઇનનો ૩૦૦ કરોડ રૂ.નો જથ્થો પાકિસ્તાન અને કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદેથી ઘુસાડ્યા બાદ તેને નાના માછીમારીના ટ્રોલર્સ દ્વારા માંડવી લઈ અવાયો હતો.

માંડવીના આરીફ સુમરાનો એક સાગરીત ઉતરભારત તરફ હોવાનું અને તેના દ્વારા દિલ્હી સહિત ત્યાંના અલગ અલગ શહેરોમાં હેરોઇન ડ્રગ્સનો જથ્થા ની ડિલિવરી કરાઈ હોવાનું જાણવા મળે છે. જોકે, અત્યારે એટીએસ ની ટીમ ડ્રગ્સની દાણચોરીના આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં વધુ કડાકા ભડાકા થવાની શકયતા છે. ઘણા લાંબા સમય પછી ફરી એકવાર કચ્છનો દરિયાકાંઠો દાણચોરી થી ગાજયો છે ત્યારે દરિયાઈ સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની જરૂરત છે.

કંડલા અને મુન્દ્રા બંદરો ઉપર કન્ટેઇનર દ્વારા સિગારેટ, લાલચંદન અને અન્ય પ્રતિબંધિત ચીજ વસ્તુઓની દાણચોરી બાદ દેશી વહાણ કે માછીમારીના ઓઠા હેઠળ શરૂ થયેલો દાણચોરીનો સિલસિલો અને તેમાંય ડ્રગ્સની દાણચોરીનાઙ્ગ આ કિસ્સાની સલામતી એજન્સીઓ દ્વારા તલસ્પર્શી તપાસ થઈ રહી છે.

(11:53 am IST)