Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

દ્વારકા-કલ્યાણપુરમાં તાલુકા પંચાયત ભવનનું મંત્રી જયદ્રથસિંહના હસ્તે લોકાર્પણ

 

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં નવનિર્મિત દ્વારકા તાલુકા પંચાયત તથા કલ્યાણપુર તાલુકા પંચાયતનું રાજય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારે લોકાર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર.

દેવભૂમિ દ્વારકા, તા.૧૩: દ્વારકા તાલુકા પંચાયત કચેરી જર્જરીત હાલતમાં હતી. જેથી સરકારશ્રીની સીડીથી-૩ યોજના અંતર્ગત ૨૮૫ લાખ મંજુર કરવામાં આવેલ અને તાલુકા પંચાયત કચેરી બનાવવાનું કામ શરૂ કરી લોકો સમક્ષ ખુલ્લુ મુકયુ હતું. નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બધા જ વિભાગોમાં અલગ-અલગ મહત્વની યોજનાઓ બનાવી હતી અને આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી છેવાડાના લોકોની ચિંતા કરી નવી-નવી યોજનાઓ બનાવી રહયા છે. તેમણે માં અમૃતમ યોજના, જયોતિગ્રામ યોજના, આયુષમાન યોજના, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વગેરે રાજય તથા કેન્દ્ર સરકારની યોજનાઓની જાણકારી આપી જણાવ્યું કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બિલ્ડીંગો માટે સરકાર ગ્રાન્ટો ફાળવે છે. અને બધાજ બિલ્ડીંગો અધ્યતન બની રહયા છે. તેમણે આ સુંદર બિલ્ડીંગનો ઉપયોગ વિકાસના કામે કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અપિલ કરી હતી.

આ કાર્યક્રમમાં સ્કુલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન તાલુકા પંચાયત પ્રમુખશ્રી લુણાભા સુમણીયાએ તથા આભાર વિધી તાલુકા વિકાસ અધિકારીરી કટારાએ કરી હતી. કાર્યક્રમબાદ મંત્રીશ્રી તથા મહાનુંભાવો દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

તાલુકા પંચાયત ભવન કલ્યાણપુર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૦૦.૩૪ લાખના ખર્ચે તૈયાર થયેલ કલ્યાણપુર  અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું કે વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતોના બિલ્ડીંગો માટે ગ્રાન્ટ ફાળવાઇ છે. તેમજ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના બિલ્ડીંગો માટે ૨૮ કરોડ સુધીની ગ્રાન્ટ સરકાર આપે છે. તદ ઉપરાંત ગ્રામ્ય રસ્તા પાકા કરવાના કામો પણ મુખ્યમંત્રી સડક યોજના અન્વયે થઇ રહયા છે. મંત્રીશ્રીએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકોને આપી હતી તેમજ આ નવનિર્મિત બિલ્ડીંગનો લાભ લેવા તેમજ તેમાં સ્વચ્છતા જાળવવા અપિલ કરી હતી.

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઇ ચાવડાએ ગુજરાત સરકારની યોજનાઓની માહિતી આપી આજુ બાજુમાં થયેલ વિકાસના કામોની વાત કરી હતી.

સ્વાગત પ્રવચન શ્રી વિક્રમભાઇ બેલાએ તથા આભારવિધી તાલુકા વિકાસ અધિકારીશ્રી ખુંટીઓ કરી હતી. આર.સી.સી. ફેમ સ્ટ્રકચરથી થયેલ છે. સંપુર્ણ ફર્નિચર સાથેના આ મકાનમાં શૌચાલયના જોડાણ સાથેના સાત રૂમો સહિત અને અધ્યતનસુવિધાનો સમાવેશ કરાયો છે.

(11:49 am IST)