Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સરકારનું મિશન છેવાડાના લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવાનું છેઃ પંચાયતમંત્રી પરમાર

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ કામોના ખાતામુહૂર્તો લોકાર્પણ કાર્યક્રમો સંપન્ન

સુરેન્દ્રનગર, તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લામાં અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કાર્યક્રમોની હારમાળા યોજાઇ રહી છે. જેના અંતિમ ચરણમાં રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ લોકાર્પણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો યોજાયા હતાં.

સુરેન્દ્રનગર ખાતે રૂ.૨૯.૩૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પંચાયતના નવા મકાનનું ખાતમુહુર્ત પ્રસંગે રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે છેવાડાના નાગરિકોને અત્યાધુનિક માળખાગત સુવિધા મળી રહે તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે રાજય ે સમગ્ર રાજયમાં પંચાયતોના આધુનિક સુવિધાથી સજ્જ મકાનોનું નિર્માણ કરવાની કામગીરી કરી રહી છે.

જિલ્લાના લખતર ખાતે ૨૮૧.૭૬ લાખના ખર્ચે નિર્માણ પામેલ તાલુકા પંચાયતના નવા ભવનના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી પરમારે રાજય સરકાર નાગરિકોના આરોગ્ય, રોડ, રસ્તા, શિક્ષણની ચિંતા કરતી હોવાનું જણાવી લોકોના આરોગ્ય સુખાકારી માટે ૧૦૮ જેવી સેવા ઉપલબ્ધ કરાવી છે જેનો આરોગ્ય ક્ષેત્રે લાખો લોકોએ લાભ ઉઠાવે છે. રાજયમાં આગવી દ્રષ્ટ્રી સાથે સર્વાંગી વિકાસ માટેનું કાર્ય હાથ ધર્યું છે. 

મંત્રીશ્રી પરમારે લખતર તાલુકાના ડેરવાળા ખાતે ૧૨.૩૭ લાખના ખર્ચે બનાવવામાં આવેલ બલ્ક મિલ્ક સેન્ટરના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે દુધ ઉત્પાદક મંડળીઓ અને દુધઉત્પાદકો પગભર થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્મદાના નીરનો મહત્ત્।મ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે જેના લીધે જિલ્લાના પશુપાલકો સમૃધ્ધ થયા છે અને તેમનો સમૃધ્ધિમાં  ઉતરોતર વધારો થયો છે.

આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્યશ્રી નૌસાદભાઇ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ કલ્પનાબેન ધોરીયા, શ્રી દિલીપભાઇ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી પુનમભાઇ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં.

મંત્રીશ્રી જયધ્થસિંહજીના હસ્તે લખતર તાલુકા પંચાગતના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અધિક વિકાસ કમિશ્નર હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, સુરસાગર ડેરીના ચેરમેન  બાબાભાઇ ભરવાડ, ડેરીના ચેરમેન  ગુરદિત સિંગ, અગ્રણી સર્વ  જગદીશભાઇ મકવાણા, કાંતિભાઇ ટમાલીયા, મનહરસિંહ રાણા, દેવપાલસિંહ રાણા, મનુભાઇ પટેલ, પી.કે. સીંધવ, જેંતીભાઇ પટેલ, ખેંગારભાઇ ડોડીયા, રામતીબેન નેત્રા, ભોપાભાઇ ગગજીભાઇ, અજીતસિંહ રાણા, વિપુલસિંહ રાણા, કમલેશ હાડી, સ્મિતાબેન રાવલ, જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ, પદાધિકારીઓ- કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો- ગ્રામજનો  ઉપસ્થિત રહયા હતાં.

(11:46 am IST)