Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વાંકાનેરની સરકારી હોસ્પિટલોમાં અનેક દુવિધાઃ એમ્બ્યુલન્સ બંધઃ લેટ્રીનમાં રાત્રે અંધારા

વાંકાનેર તા.૧૩: સરકારી સિવીલ હોસ્પીટલમાં અપુરતી સુવિધા સામે લોકરોષ જોવા મળી રહ્યો છે.

હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સ સેવા બંધ છે જે અંગે વારંવાર રજુઆતો કરાયેલી છે.  દર્દીઓમાં ગરીબ પરિવારોને પ્રાઇવેટ વાહનની નાછૂટકે ફરજ પડે છે. હાલ શહેરમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધુ જોવા મળે છે. આવા દર્દીઓ માટે સંડાસ-બાથરૂમમાં લાઇટો નથી જો ફરીયાદ કરાય તો જવાબ મળે છે કે સ્વિચ ખરાબ છે.

હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી એમડી ડોકટર સપ્તાહમાં બેજ દિવસ આવે છે જેમાં તેઓ એક દિવસ દર્દીઓ તપાસે છે અને એક દિવસ વહીવટી કામગીરી કરે છે. છતાં વાંકાનેરના એમ.ડી.ને ડેપ્યુટેશન આપેલ છે. ગાયનેક ડોકટરની નિમણુંક જરૂરી છે. (૧૧.પ)

 

(10:39 am IST)