Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જામજોધપુર પંથકમાં ગોકળગતિએ ચાલતી આધારકાર્ડની કામગીરી

જામજોધપુર તા. ૧૩ : જામજોધપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આધારકાર્ડની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોય લોકોમા પરેશાનીની સામનો કરવો પડી રહેલ છે. ત્યારે આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી.

જામજોધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક જ મામલતદાર કચેરીએ આધારકાર્ડની કામગીરી ચાલતી હોય અને તે પણ ધીમીગતિએ હોય અડધો દિવસ સુધી મજાને ઉભુ રહેવુ પડે છે. શહેર તથા તાલુકાના લકો ખેડુતો, મજુરો, વેપારી સહિત સીનીયરસીટીઝનો અને સામાન્ય લોકો પોતાના ધંધારોજગાર બંધ રાખીને નવા આધાર કાર્ડ તેમજ સુધારો કરવા ધકકા ખાઇ રહ્યા છે.કાર્ડની દરેક જગ્યાએ જરૂર હોય લોકો આવી ધીમી ગતીએ ચાલી રહેલી કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આમ આધારકાર્ડ કઢાવવા માટે લોકોને પારવાર મૂશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તાલુકા પંચાયત કચેરીએ તાત્કાલીક નવુ કેન્દ્ર શરૂ કરવા માંગણી હોથીજી ખડબાના સિમરાજસિંહ જાડેજાએ કરી છે.

(10:39 am IST)