Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જંગવડ ગામે રોડ ક્રોસ કરતા સોની પ્રોૈઢનું ટ્રક હડફેટે મોત

આટકોટ તા.૧૩: જસદણનાં જંગવડ-ગામે રોડ ક્રોસ કરતા ટ્રક નીચે આવી જતાં સોની પ્રોૈઢનું ઘટના સ્થળે જ મોત થયું છે.

આ અંગે આટકોટ પોલીસમાંથી પ્રાત્પ વિગતો મુજબ આટકોટ પાસે આવેલ જંગવડ ગામે રહી આટકોટમાં મજુરી કામ કરી ગુજરાત ચલાવતા સોની રજનીકાંતભાઇ છગનભાઇ થડેશ્વર ઉ.વ.૫૫ આજે સવારે આટકોટ આવા બસ સ્ટેન્ડ પર રોડ ક્રોસ કરતાં હતાં એ દરમ્યાન ટ્રક નં. જીજે -૧૪ એકસ ૪૦૭૭ વાળાએ હડફેટે લેતા રજનીભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં આટકોટ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મૃતકને જસદણ સરકારી દવાખાતે પી.એમ. માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.(૧.૨)

(10:38 am IST)