Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મીઠાપુરના ધીરજલાલ જોષીનું બાઇક સ્લીપ થઇ જતાં મોત

ઓખા ફ્રુટની લારી બંધ કરી મીઠાપુર જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૩: મીઠાપુર નીક બાઇક સ્લીપ થઇ જતાં મીઠાપુરના બ્રાહ્મણ પ્રોૈઢને ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજ્યું છે.

મીઠાપુરની જય અંબે સોસાયટી નવી બેંક કોલોની પાસે રહેતાં ધીરજલાલ મગનલાલ જોષી (ઉ.૫૪) તા. ૯ના સાંજે ઓખાથી બાઇક હંકારી મીઠાપુર ઘરે જઇ રહ્યા હતાં ત્યારે મીઠાપુરથી અડધો કિ.મી. દુર બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં દ્વારકા સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત મોડી રાત્રે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહએ કાગળો કરી મીઠાપુર પોલીસને મોકલ્યા હતાં. મૃત્યુ પામનાર ઓખામાં ફ્રુટની લારી રાખી ધંધો કરતાં હતાં. લારી બંધ કરી ઘરે જતી વખતે અકસ્માત નડ્યો હતો. તેઓ ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. તેમના મોતથી એક પુત્રી અને બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(10:37 am IST)