Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જસદણ-વિંછીંયા તાલુકામાં સિંચાંઈ અને પિવાના પાણી માટે લાંબાં ગાળાનું થશે આયોજન:સ્વરોજગારી માટે જીઆઇડીસી ઉભુ કરાશે;મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

રાજ્યમાં પશુઓને સારવાર આપવા ટોલ ફ્રી નંબર શરૂ કરાશે : પશુ એમ્બ્યુલન્સ વાન ઉપલબ્ધ કરાવાશે:વિંછીયા-ભડલી રોડ તેમજ આસલપુર અને ટેવાણીયા પેટા પ્રાથમિક કેન્દ્રોનું ખાત મુર્હૂત સંપન્ન

 રાજકોટ:રાજ્યના પાણી પુરવઠા, પશુ પાલન અને ગ્રામ ગૃહ નિર્માણમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે જસદણ અને  વિંછીંયા તાલુકાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની મુશ્કેલી ના પડે તે માટે લાંબાગાળાનું આયોજન કરાયેલ છે. આ માટે સિંચાઈ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાશે.

  જસદણ-વિંછીંયા વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તેમાટે ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪ પેટા આરોગ્ય કેન્દ્રો મંજુર થયા છે જેના કાર્યો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થશે.એક મહિનાના ટૂંકા સમયગાળામાં 55 કરોડના પાણી પુરવઠાના કામો આ વિસ્તારમાં મંજૂર કરવામાં આવેલ છે.વિજ્ઞાનના શિક્ષણ માટે જસદણ વિંછીયાને સાયન્સની સરકારી કોલેજ મળે તે માટે પણ પ્રયાસો ચાલુ છે.

 વીંછીયા ખાતે 28 કરોડના ખર્ચે બનનાર  વિંછીયા અને ભાડલી રોડનું ખાતમુહૂર્ત, આસલપુર અને રેવાણીયાના અંદાજે 50 લાખના ખર્ચે બંધનાર પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ખાતમુહૂર્ત વિધિ કરતા મંત્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું.

 મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મૂંગા પશુધનને તાત્કાલિક પશુ સારવાર મળે તે માટે ટૂંક સમયમાં  ટોલ ફ્રી નંબર શરુ કરાશે.પશુઓને સારવાર માટે પશુ ડોક્ટરની સુવિધા સાથે એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાશે. જે અન્વયે જસદણ વિંછીયામાં આ પશુ સારવાર ઉપલબ્ધ કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જસદણ વિંછીયા ખાતે નવા પશુપાલન દવાખાનાના મકાનો બાંધવામાં આવશે

  તેમણે જણાવ્યું કેઆ વિસ્તારનો લઘુ ઉદ્યોગ અને સ્વરોજગારી ક્ષેત્રે વિકાસ થાય તે માટે જસદણ વિંછીયા વચ્ચે ઔદ્યોગિક વસાહત જી.આઈ.ડી.સી. ઉભી કરવાનું આયોજન છે. જેથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે.

  તેમણે આ તકે વિંછીયામાં બગીચા પાસે 1.50 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા, નવું બસ સ્ટેન્ડ બનાવવા અને ગ્રામ પંચાયતનું નવું ઘર બનાવવા માટેનું આયોજન હોવાનું જણાવ્યું હતું

  મંત્રીએ વિંછીયા જસદણ તાલુકાના વિકાસમાં મહત્તમ  યોગદાન આપવા નમૂનેદાર અને નંદનવન બનાવવા ખાતરી આપી હતી તેમણે લોકોને વિકાસના કાર્યમાં સહભાગી થવા કર્યો હતો

  આ પ્રસંગે અગ્રણીઓ ખોડાભાઈ ખસિયા, જેશાભાઈ સોલંકી, અમૃતભાઈ કોરડિયાએ મંત્રી કુંવરજીભાઇને ટૂંકા સમયમાં આ વિસ્તારના વિકાસ માટે હાથ ધરાયેલા વિવિધ વિકાસકામોની વિસ્તૃત જાણકારી આપી હતી.

  આ પ્રસંગે અગ્રણીઓ ભુપતભાઇ પટેલ, મનુભાઈ પટેલ, રણછોડભાઈ રબારી, કિશોરભાઈ, સરપંચો ભગીરથસિંહ ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી પરમાર, નાયબકાર્ય પાલક ઇજનેર ઝાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સિંઘ તથા અન્ય અગ્રણીઓ અને ગ્રામ જાણો ઉપસ્થિત રહ્યા હતા

(9:57 pm IST)