Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મોરબીના મકનસરમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

મોરબી તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર ગામે આરાધના નળિયા કારખાના પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમી રહેલા માવજીભાઈ મંગાભાઈ થરેસા, સુરેશભાઈ ભુપતભાઈ વિંજવાડિયા, નવીનભાઈ નરશીભાઈ ફિચડીયા અને જીવરાજભાઈ નરશીભાઈ ગડેશીયા એમ ચાર જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ ૭૨૬૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:23 pm IST)