Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કચ્છમાં માતાના મઢ વિસ્તારમાં વીજળી પડતા 60 જેટલા બકરાના મોત: માલધારીનો બચાવ

મઢ સોઢા કેમ્પ ખાતે રહેતા લીલાજી હીરાજી સોઢા મમાલધારીનો આબાદ બચાવ થયો

કચ્છ જીલ્લામાં વીજળી વેરણ બની છે. સવારથી છવાયેલા વરસાદી વાતાવરણે લોકોને ઠંડક આપી છે તો ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદે કહેર મચાવ્યો છે. કચ્છમાં વીજળી પડતા એકસાથે 60 બકરાના મોત નીપજ્યા છે. અને દુખદ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી છે.

વિગતો અનુસાર માતાના મઢ વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની હતી. અને આ ઘટનામાં એક માલધારીના 60 જેટલા બકરાના મોત થયા હતા. જો કે આ ઘટનામાં માતાના મઢ સોઢા કેમ્પ ખાતે રહેતા લીલાજી હીરાજી સોઢા મમાલધારીનો આબાદ બચાવ થયો હતો.

એક સાથે આટલી મોટી સંખ્યામાં અબોલ અને મૂંગા પ્રાણીના મોત થતા જીવદયા પ્રેમી ઘટના સાથળે દોડી આવ્યા હતા. અને માલધારીને મદદરૂપ બનવા પ્રયત્ન કર્યા હતા. ઘટનાની જાણ ઉપ સરપંચને થતા તેમણે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું હતું. એકસાથે મોટી સંખ્યામાં બકરાઓના મોત થતા માલધારી લીલાજી હીરાજી સોઢાને આર્થિક રીતે પણ ઘણું મોટું નુકસાન ગયું છે.

અન્ય એક ઘટનામાં કચ્છના જ ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં પણ વીજળી પડવાની ઘટના બની હતી જેમાં એક ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું.

(8:54 pm IST)