Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ધોરાજીમાં એક દિવસના વિરામ બાદ ફરી અર્ધો ઇંચ વરસાદ: સીઝનનો કુલ ૯ ઇંચ વરસાદ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ કૃપા કરી હોય એ પ્રકારે ધીમીધારે વરસાદ આવી રહ્યો છે અષાઢી બીજના એક દિવસ વિરામ બાદ ફરી આજે ધીમીધારે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો
અષાઢી બીજના શુભ મુહૂર્ત ઉપર જ મેઘરાજાએ કૃપા કરી છે સતત ત્રણ દિવસથી મેઘરાજાની અવિરત કૃપા ચાલુ છે માત્ર અષાઢી બીજ ના શુભ દિવસે મેઘરાજાએ એક દિવસ તો વિરામ લીધો હતો ફરી આજે ધીમીધારે વરસાદ આવતા અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો
સીઝનનો કુલ વરસાદ નવ ઈંચ નોંધાયો છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે

(6:22 pm IST)