Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ભાગવત કલ્પવૃક્ષરૂપી ફળ છેઃ રમેશભાઇ ઓઝા

જુનાગઢ ગોરક્ષનાથ આશ્રમે પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત કથાનો લાભ લેતા સાધુ-સંતો પુ.જલારામ બાપાનું ભજન ગાઇને ભકતોને રસતરબોળ કર્યો મનના ખ્યામારી તેતો જલ્યાણ મનના ખ્યામલી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૩ : જુનાગઢના ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે અમેરીકા નિવાસી શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઇ પંચમતીયા પરિવાર મનોરથી દ્વારા પુ.શેરનાથ બાપુના સાનિધ્યમાં પુ.ભાઇશ્રી વ્યાસાસને ઓનલાઇન ગિરનારી ભાગવતી કથા ગંગા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે તૃતીય દીવસે શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા પુ.ભાઇશ્રીએ જણાવ્યું હતું કે જલારામબાપાને ત્યાં ભજન ગવાય છે. મનનાખ્યા મારી લેતોજોગી જલ્યાણ તેતો મનનાખ્યા મારી આપણું દેહાભીમાન સમાપ્ત થાય એટલે ઘણું ગુરૂગોરખનાથ માર્ગે પહોંચાડે છે. આ જ્ઞાની પુરૂષ દયાની પુરૂષ આધ્યામિક માર્ગે આગળ વધી શકે છે નિગમ અગમ પુરાણ બધાનો સાર ભાગવત છે.

ભાગવત કલ્પવૃક્ષ રૂપી ફળ છે આ અવછુતોની દિક્ષા છે ચાર ઔષધી રસાયણ અમૃત આસવ ઔષધી ભવરોગ મીટાવે છે વિસ્તરોનું  આરસાય છે. પ્રેમીઓ માટે કથા અમૃત છે યોગી ઓપરમહંસો અવધુતો માટેશંકર શુકદેવજી માટે આસવર્ક  છે.

આ આસાવય એવો છે જે મોટેથી પિવડાવય પણ આ કાનથી પિવાય એવી અવધુતોની આ દિક્ષા આ આસાન છે.

જગદિશને જાણવા જરૂરી છે. અને આવશ્યક છે. જેને પોતાનું જ્ઞાન છે. તે સમજી શકે. અમરકથા પ્રસંગનું વર્ણન કરાવતા પુ.ભાઇશ્રી એ જણાવેલ કે ચેતન ધૃણો મચ્છર નહે આને પેટાવ આ ગોરખ આવ્યા રખ ચિંગારી જયોત પ્રગટ થઇ થશે દિવો તૈયાર છે પ્રગટાવ આ પ્રગટ થઇ જશે પુરી  સંભાળવતા છે પરેન્દ્રદત પહોંચતા રામકૃૃણ ને એનામાં સંભાવતા દેખાય છે.

મચ્છનદરનાથ દિક્ષા માટે ગયા મા પાસે દિક્ષામંગી કોણ કહે સાધુ મફતનું ખાય છે. એની બુધ્ધી બગડી ગય છે.

સત્યનારાયણ ની કથામાં વાણીયાનું નામ સાધુ છે. સત્યનારાયણ સાધુનું રૂપ લઇ બેઠા છે અને વાણીયો પણ સાધુ ઘણા ઘનવાન બીવે બોવ કોક આવે તો તેને એમ થાય ફાળો લેવા આવ્યા.

ધનવાનને એક ભય લુટારાનો બીજો ભય સરકાર ટેક્ષ લઇ જશે તો.

ત્રીજો ભય માંગવા વાળાનો જો પરમાર્થમા કામ ન આવે. ધનની ત્રણ ગતિ છે. યશ ભોગ નાશ, પરમાર્થમાં ખર્ચ થાય તે ઘન સાચુ છે. માણસ કયાંય ફાળો આપે તો હુફાળો જોઇએ અમુક દારૂ પાઇને ગૌશાળાના ફાળમાં ધોળ કરાવ્યા કરે આવું પણ બને છે.

બીજાના કાર્યને સિદ્ધ કરે તે સાધુ છે. સતાધાર શામજીબાપુ કપડામાં હાથ નાખી જે હાથમાં આવે તે સાધુને આપી દેતા... ત્યાગ હી સ્વામી બનાતા હૈ કરોડો રૂપિયા છે તેને સ્વામી નથી કહેવાતા તેની ઘરવાળી પણ સ્વામી નથી કહેતી હવે તો ઘરવાળાને પણ નામ લઈને બોલાવે.. પિયુષ નથી આવ્યો.. આપણને એમ થાય કે આ એનો છોકરો લાગે છે.. ગ્રામ્ય સંસ્કૃતિમાં એ હજુ નથી આવ્યા એટલું કન્ફયુઝન છે. જેણે બધુ ત્યાગી ભેખ ધારણ કર્યો તે સ્વામી છે, શંકરાચાર્યમાં સ્વામી છે. એ ગોરખ પરંપરામા નાથ છે કલ્યાણદેવજી મહારાજને પૂ. ભાઈએ યાદ કરી અને કહ્યુ હતુ કે આ સ્વામી છે.

મન ઈન્દ્રીયોની કોઈની ગુલામી નહી એ નાથ છે. મત્સયદ્રનાથજીના જીવનચરિત્ર કથામાં વર્ણવ્યુ હતુ. ગુરૂના આદેશ અનુસાર કરો નાથના શરણ વિના સાધક ડરે છે.

(1:26 pm IST)