Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો માત્ર ૧ર.૮ર ટકા વરસાદ

ગત વર્ષ કરતા ર૩ ટકા ઓછો વરસાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૩ : જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે  વરસાદથી લોકોમાં ખુશી છે પરંતુ અત્યાર સુધીમાં સીઝનનો માત્ર ૧ર.૮ર ટકા વરસાદ થયો છે. જે ગત વર્ષ કરતા ર૩ ટકા ઓછો વરસાદ છે.

ગઇકાલે સવારથી આજે સવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૮૭ મીમી વરસાદ નોંધાયો હતો જે સામે સીઝનનો કુલ વરસાદ ૧૧૯૬ મી.મી (૧ર.૮ર ટકા) થયો હતો.

ગઇકાલની મેઘસવારી બાદ આજે સવારના પ્રારંભીક બે કલાકમાં કેશોદ ખાતે સાત મીમી અને જુનાગઢમાં એક મીમી વરસાદ નોંધાયો હતો.

તા.ક્ષ્ર કલાક સુધીમાં કેશોદમાં સીઝનનો કુલ વરસાદ ૩ર મીમી થયો છે.

જયારે જુનાગઢ ગ્રામ્ય અને શહેરમાં ૧૦૬ મીમી, ભેંસાણ, પ૮ મીમી, મેંદરડા, ર૧૭ મી.મી, માંગરોળ, ર૦૮ મીમી, માણાવદર, ૧૦ર મીમી, માળીયા હાટીના, ૧૭૩ મીમી, વંથલી, ૧૦પ મીમી અને વિસાવદર વિસ્તારમાં ૮૯ મીમી વરસાદ નોંધાયો હતો.

આ વર્ષે વરસાદમાં કેશોદ માત્ર ૩ર મીમી વરસાદ સાથે સૌથી પાછળ છે જયારે ર૦૮ મીમી વરસાદ સાથે માંગરોળ અગ્રેસર છે. સોમવાર માંગરો,ળ માળીયા હાટીના અને વિસાવદર પંથકમાં સાર્વત્રિક વરસાદથી મગફળી સહિતની મોલાતને જીવતદાન મળ્યું છે.

(1:23 pm IST)