Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જેતપુર-નવાગઢ પાલિકા દ્વારા કમરતોડ વેરા સામે દેખાવો

કોરોના મહામારી વચ્ચે વેરો વધારાતા ભભુકતો રોષઃ ૧૭ની અટકાયત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૩ : જેતપુર-નવાગઢ નગરપાલીકા દ્વારા ચાલુ ર્વો વેરાના બીલો આપવામાં આવેલ જેમાં ભુર્ગભ ગટર કનેકશન ચાર્જ વેરાના મળી રૂ.રર૦૦ નો કમર તોડ વેરો જીંકી દેવામાં આવ્યો હોય એક તરફ કોરોના ના કારણે માણસ લાચાર બની ગયો છે તેમાં પડયા ઉપર પાડુ અને તોતીંગ વેરો જીંકી દેવાતા લોકોમાં વિરોધ ઉઠયો હતો આ અંગે ગઇકાલે બીનરાજકીય સંસ્થા દ્વારા લોકોનેસોશ્યલ મીડીયા મારફત વેરાના વિરોધ પ્રદર્શીત કરવા અમે આ અંગે દેખાવ કરવા નગરપાલીકા કચેરીએ એકઠા થવા મેસેજ કરેલ જેથી સવારે૧૧ વાગ્યે લોકોના ટોળા એકઠા થયેલ પોલીસે કોઇ દેખાવ કરે તે પહેલા જ લોકોને વીખેરી ૧૭ આંદોલનકારીઓ સાથે જાહેરનામા ભંગની કાર્યવાહી કરેલ વેરા અંગે ચીફ ઓફીસરને રજુઆત કરતા જણાવેલ કેઆ ર૦૧૭માં પણ જાગૃત નાગરીકો દ્વારા વિરોધ નોંધાવેલ તેનોકોઇને પ્રત્યુતર આપેલ નથી અને કનેકસન દરેક લોકોએ પોતાના ખર્ચે આપેલ છે ઉપરાંત એક બીલ્ડીંગ રપ-૩૦ બ્લોક હોય તેનું કનેકશન તો માત્ર એકજ હોય તો તેઓને બધાને શા માટે ચાર્જ કરવામાં આવે વરો યોગ્ય છે ધણી દુકાનો, પણ ભૂર્ગભ ગટર, સાથે જોડાયેલ નથી અમે હજુ શહેરમાં એવા વિસ્તારો પણ છે કે જયા ભુર્ગભ ગટર બની પણ નથી તો આ વેરો પરત ખેંચવામાં આવે.

તેના પ્રત્યુતરમાંં ચીફ ઓફીસર ગઢવીએ જણાવેલ કે આ વેરાનો ઠરાવ ર૦૧૭ ની જનરલ બોર્ડમાં કરવામાં આવેલ જેમાં વાંધા અરજી અને સુચનો માંગવામાં આવેલ બાદમાં પ્રાદેશીક કચેરી કમીશ્નર દ્વારા ર૦ર૦માં વેરો અમલી કરવાની મંજુરી મળતા અમલી કરેલ છે.

હવે જોવાનું તે રહયુ કે આ વેરો પરત ખેચવામાં આવે છેકે, નહિ કેમ કે હાલ મોટા ભાગના લોકો કોરોનાના કારણે નોકરી ધંધા વગરના બની ગયાો છે.

(1:20 pm IST)