Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જામનગરના મોટા વડાળામાં પોણા બે ઇંચ વરસાદ

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સાથે વરસતા ઝાપટા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઝાપટાથી માંડીને પોણા બે ઇંચ વરસાદ પડયો છે.

જેમાં કાલાવડ તાલુકાના મોટા વડાળામાં પોણા બે ઇંચ વરસાદ પડયો છે.

જ્યારે જામનગર જિલ્લાના ફલ્લા, જામવંથલી, ધુતારપુર, દરેડ તથા જોડિયાના હડીયાણા, ધ્રોલના જાલીયા દેવાણી, લૈયારા, કાલાવડના નવાગામ, જામજોધપુરના જામવાડી, વાંસજાળીયા, ધુનડા, પરડવા, લાલપુરના મોટા ખડબા, પડાણા અને ડબાસંગમા ઝાપટા પડયા છે.

(1:19 pm IST)