Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અમરેલી જીલ્લાની એસબીઆઇનું જુદી જુદી શાખાઓમાં ર.૧૪ લાખની જાલીનોટ જપ્ત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩ : અમરેલી જિલ્લામાં નોટબંધી દરમિયાન રૂ.૧ હજારના દરની જુની ચલણી નોટો લોકો દ્વારા બેંકોમાં જમા કરાવવામાં આવી હતી. તેમાં વધુ એક વખત રૂ.ર લાખ ૧૪ હજારના દરની જાલીનોટો ભરણામાં આવી ગઇ હોવાનું ખુલતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અમરેલી જિલ્લામાં આવેલી એસબીઆઇની જુદી જુદી શાખાઓમાં રૂ.૧ હજારના દરની ર૧૪ જાલી નોટો આવી ગયાનું ખુલ્યુ છે. જે રૂ.ર લાખ ૧૪ હજારના ભારતીય ચલણની બરાબર છે. મેનેજર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ બાદ આ કેસની તપાસ અમરેલી સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમને સોંપવામાં આવી છે અને કોના દ્વારા આ રીતે ભારતીય ચલણની જાલીનોટ બનાવીને ચલણમાં ઘુસાડવામાં આવી હતી. તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં આટલા મોટા પ્રમાણમાં ચલણમાં ચાલતી જાલીનોટો મળી છે ત્યારે તેનું નેટવર્ક મોટુ હોવાનું શકયતા છે.

(1:15 pm IST)