Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વિસાવદરનાં સેવાભાવી રઘુવંશી પરિવાર દ્વારા સોમવારે દ્વારકા મંદિર ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૯: મુળ વિસાવદર તાલુકાના નાની મોણપરીનાં વતની પૂર્વ પત્રકાર હાલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે સ્થાયી થયેલા 'સેવાભાવી રઘુવંશી પરિવાર'ની આગવી ઓળખ ધરાવતા શ્રી મનોજભાઈ ચીમનભાઈ સાદરાણી પરિવાર દ્વારા સૌરાષ્ટ્રનાં પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના મંદિર ખાતે આગામી તા.૧૯-૭-૨૦૨૧ સવારે ૯ કલાકે ધ્વજારોહણનાં કાર્યક્રમનુ ઉત્સાહભેર આયોજન કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,દ્વારકા ખાતે ધ્વજારોહણનુ ધાર્મિક દ્રષ્ટીએ અનેરૂ મહત્વ છે.આ ધજા બાવન ગજની હોય છે,૪ દિશા,૧૨ રાશિ,૯ ગ્રહો,૨૭ નક્ષત્રોનો સરવાળો એટલે ૫૨ ગજ ગણાય છે...શાસ્ત્રમાં વર્ણવાયુ છે કે,મંદિર એ દેવશરીર,તેના પાયા એ પગ,પિલરો તેમનાં ઘુંટણ,ગર્ભગૃહ હૃદય,દિપક તેમની આત્મા,શિખર એ મસ્તક અને વાળ સ્વરૂપે ફરકે છે...દ્વારકાધીશ મંદિરમાં બાવન ગજની ધજા વાજતે ગાજતે લઈ જવામા આવે છે અને જગત મંદિર દ્વારકા ઉપર ફરકાવવામાં આવે છે.આ લ્હાવો પૂણ્યશાળી આત્માઓને જ પ્રાપ્ય થાય છે તેવી પણ એક માન્યતા છે.

અત્રે નોંધનીય છે કે,દ્વારકા ખાતે ધ્વજારોહણોનુ જેને સદભાગ્ય સાંપડયુ છે તે મનોજભાઈ સાદરાણી તથા તેમના ધર્મપત્નિ રેખાબેન નાની મોણપરી-વિસાવદર-જૂનાગઢ ખાતે રહેતા ત્યારે જરૂરીયાતમંદોને સતત જમવાની વ્યવસ્થા અને રકતદાન આ દંપતિએ કેટલીયે વાર કર્યુ હશે.છેલ્લા એક દાયકાથી સેલવાસ ખાતે 'લાલા રઘુવંશી ભોજનાલય' ચલાવતા આ દંપતિનાં સંતાનો પુત્રી-ઉમાક્ષી તથા પુત્ર-ઉત્ત્।મમાં પણ લોહીનાં ગુણ જ ઉજાગર થયા છે.કોરોના મહામારી-લોકડાઉનના કપરા સમય દરમિયાન આ બન્ને બેન-ભાઈએ ફરજ પરનાં સરકારી આરોગ્ય-સુરક્ષા કર્મચારીઓ માટે ચા-નાસ્તો-જમવાની વ્યવસ્થા કરી હતી.આમ માનવતા અને પરોપકારની ભાવનાને વરેલો રઘુવંશી સાદરાણી પરિવાર દ્વારકા ખાતે ધ્વજારોહણ કરી રહ્યો છે તેનો વિશાળ શુભેચ્છક-ચાહકવર્ગમાં અનેરો હરખ છે.

(11:28 am IST)