Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કચ્છમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ઈબ્રાહિમ તુર્ક ઉપર હુમલાને પગલે ચકચાર

કાર્યકરોએ હુમલાના બનાવને સખ્ત શબ્દોમાં વખોડી હુમલાખોરોને પકડી પાડવા કરી માંગ

ભુજ : આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા ના ઉપપ્રમુખ ઇબ્રાહિમ તુર્ક પર થયેલ જાનલેવા હુમલો થયો છે. હુમલાના આ બનાવને પાર્ટીના કાર્યકરો સાથે વખોડતા પાર્ટીના મીડીયા કોઓર્ડીનેટર ગિરિરાજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામના સરપંચના જમાઇ અને તેમના માણસો દ્વારા આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ ઇબ્રાહિમ તુર્ક ઉપર આજે બપોરે લાકડી તેમજ પાઇપ દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો.

 ઇબ્રાહિમભાઈ તુર્ક દ્વારા ધ્રબ ગ્રામપંચાયતની માહિતી સપ્ટેમ્બર માસમાં RTI દ્વારા માંગવામાં આવી હતી. પણ, આ માહિતી ન અપાતા  તેઓ ઉપર સુધી અપીલમાં ગયા હતા. આ બાબતે સરપંચ દ્વારા તેમના જમાઈ તેમ જ તેમના માણસો દ્વારા જાનલેવા હુમલો કરાયાનો આક્ષેપ પાર્ટી દ્વારા સોશ્યલ મીડીયાની યાદી મારફતે કરાયો છે. અત્યારે ઇબ્રાહિમ ભાઈ તુર્ક અદાણી સિવીલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ માં સારવાર હેઠળ છે.

(9:36 pm IST)