Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ધોરાજી પંથકમાં મેઘો મુશળધારઃ પાટણવાવમાં બે કલાકમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ: જળબંબોળ

ચો તરફ પાણી ફરી વળ્યાં : કેટલાક ચેકડેમો પણ ઓવરફ્લો

ધોરાજી પંથકમાં ફરી અષાઢી મહોલ જામ્યો છે. અહીં મેઘરાજાએ ધમાકેદાર ત્રીજી ઈનિંગ શરૂ કરી છે. ત્યારે પાટણવાવમાં બે કલાકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબકતાં ચો તરફ પાણી ફરી વળ્યાં છે. રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાયા છે અને ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યાં છે. તો 5 ઈંચ વરસાદથી કેટલાક ચેકડેમો પણ ઓવરફ્લો થયાં છે અને હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સતત વરસાદથી પ્રકૃતિ પણ સોળે કળાએ ખિલી ઉઠી છે.

(8:57 pm IST)