Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ધોરાજીમાં સવારના 8થી બપોરે 2 સુધી દુકાનો ખુલ્લી રહેશે : વધુ આઠ દિવસ બપોરના બે વાગ્યે બાદ સંપૂર્ણ લોકડાઉન

ડેપ્યુટી કલેક્ટર ની હાજરીમાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નિર્ણંય લેવાયો

 ધોરાજી: ધોરાજી ના ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વેપાર ઉદ્યોગ મહામંડળ ની બેઠકમાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ધોરાજીના મામલતદાર  કિશોર જોલાપરા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી વિગેરે અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી એ જણાવેલ કે ધોરાજીના તમામ વેપારીઓએ આઠ દિવસ સુધી જે પ્રકારે ધોરાજીમાં સહકાર આપ્યો તેમનાથી કોરોના સંક્રમણ ઓછું થયું છે એવું જ સહકાર વધુ આઠ દિવસ માટે આપવામાં આવે તો સારું કહેવાય
આ સમયે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા એ જણાવેલ કે ધોરાજીમાં કોરોનાનો સંક્રમણ વધે નહીં તે માટે તમામ વેપારીઓ પણ અડધો દિવસ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવા માટે સહમત છે પરંતુ જે પ્રકારે કોરોના બાબતના મેડિકલ વિભાગ દ્વારા સેટિંગ થઇ રહ્યા છે તે ચોક્કસ બાતમીને આધારે ઓછા લેવાતા હોય તેવુ મને લાગે છે જેથી નિયમ પ્રમાણે સેમ્પલ લેવામાં આવે તો ધોરાજીમાં ખરા અર્થમાં કોરોના મુક્ત ધોરાજી આપણે બનાવી શકીશું અને અમો સંપૂર્ણપણે ધોરાજી અડધો દિવસ બંધ રાખવા બાબતે સહમત થયા છે એટલે કે મંગળવારથી મંગળવાર તારીખ 21 સુધી સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી તમામ ધંધા-રોજગાર ખુલ્લા રહેશે અને બપોરે 2 વાગ્યા બાદ સંપૂર્ણ પડે ધોરાજી બંધ રહેશે એટલે કે lockdown રહેશે તેવી ખાતરી આપી હતી
આ સમયે ધારાસભ્ય લલિત વસોયા એ પણ જણાવેલ કે ધોરાજીમાં કોરોના અંગેના સેમ્પલ સાવ ઓછા લેવામાં આવે છે અને જેનાથી કોરોના અટકતો નથી પરંતુ કાયદેસર રીતે સેમ્પલ લેવામાં આવે તો સો ટકા સારવાર ના હિસાબે ધોરાજીમાં કુળનો સંક્રમણ ઓછું થશે પરંતુ આ બાબતે મારે હવે કાંઈ બોલવું નથી તેવું જણાવેલ હતું

આ બાબતે ડેપ્યુટી કલેક્ટરે જણાવેલ કે મેડીકલ ઓફિસરો સાથે મારી બેઠક થવાની છે તેમાં હું આ બાબતની ચર્ચા વિચારણા કરીશ અને તમારું સૂચન પણ હું જણાવીશ
કિશોરભાઈ રાઠોડ એ નવા આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા નો પરિચય અપાયો હતો
આ બેઠકમાં ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા રમેશભાઈ શિરોયા કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી ચુનીભાઇ સાંભવાની બીપીન ભાઈ મકવાણા રાજુભાઈ પઢીયાર ચેતનભાઇ ગાંધી રાજુભાઈ મોરેઢા વિગેરે વેપારી એસોસિએશનના  પ્રમુખો  હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા 

(7:13 pm IST)