Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોના કેસ વધતા આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરમાં

કોરોના સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન : કલેકટર કચેરીમાં બેઠકોનો ધમધમાટ

જામનગર : રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ આજે જામનગર દોડી આવ્યા હતાં અને બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર,તા. ૧૩: જામનગર અને જીલ્લામાં કોરોના કેસમાં વધારો થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ત્યારે આજે બપોરે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે આવ્યા  છે. અને બપોરે ૧૧:૩૦ વાગ્યે આગમન બાદ તેઓએ  મિટીંગોનો ધમધમાટ શરૂ કર્યો છે.

ત્યારબાદ જરૂર જણાશે તો પત્રકારો સાથે વાતચીત પણ કરશે.

રાજયમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે જોવા મળી રહ્યો છે.એકબાજુ કોરોનાનું એપીસેન્ટર ગણાતા અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં દ્યટાડો જોવા મળ્યો છેઙ્ગ બીજી બાજુ સ્થાનિક જીલ્લા લેવલે સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે ગુજરાત રાજયની સિકયુરીટી ની દ્રષ્ટીએ અતિ મહત્વની એવી ત્રણેય પાંખ ધરાવતા જામનગર જીલ્લામાં પણ હવે કોરોના વકર્યો છે. જીલ્લામાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજયના આરોગ્યઙ્ગ વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ આજે સોમવારે જામનગર જીલ્લાની મુલાકાતે પહોચ્યા હતાં  અને તબીબો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠક કલેકટર કચેરી ખાતે યોજશે. જામનગર કોવિડ-૧૯ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે.

આરોગ્ય સચિવ જયંતી રવિ જામનગર કલેટર ઓફીસે પહોંચ્યા હતાં. જયાં કલેકટર રવિશંકર દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતાં. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલ, ડીડીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. હાલમાં કલેકટર કચેરીએ બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.

જામનગર ખાતે અગ્રસચિવ શ્રી જયંતિ રવિએ કોવિડ-૧૯ની સ્થિતિ વિષે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી હતી. અને કોરોના સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો મેળવી હતી. આ તકે જિલ્લા કલેકટરશ્રી રવિશંકર, પોલીસ કમિશનર શ્રી, મ્યુનિસીપલ કમિશનર સતીષ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(3:41 pm IST)