Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વિસાવદર પંથકમાં એકજ દિ'માં ૨૧ કોરોના પોઝીટીવ..?: શહેરમાં ચાર જ દિ'માં આંકડો ૧૨ સુધી પહોંચ્યો..? :લોકોમાં જબરો ફફડાટ

વિસાવદર તા.૧૪ : કોરોનાની મહામારીએ વિસાવદર પંથકમાં ફફડાટ ફેલાવી દીધો છે..એક જ દિવસમાં વિસાવદર તાલુકામાં ૨૧ કોરોના પોઝીટીવ કેસોનાં વાવડથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે અને જબરો ચિંતાનો માહોલ ઉભો થયો છે.ગઇકાલ સાંજથી જ શોશ્યલ મીડિયામાં આ આંકડાઓ જોરશોરથી વાયરલ થતા આ મુદ્દે લોકો પરસ્પર ચર્ચા કરી ચિંતાની લાગણી અનુભવી રહ્યા છે.

તાલુકા હેલ્થ ઓફિસર ડો. વાંજાએ ટેલીફોનિક વાતચિતમાં જણાવેલ કે,આજે એક જ દિવસમાં વિસાવદર તાલુકામાં ૨૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાં વિસાવદર શહેરમાં ૮ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩ કેસોનો સમાવેશ થાય છે.

વિસાવદર તાલુકાના જે ગામોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાં વિસાવદર શહેર ઉપરાંત છેલણકા, વેકરીયા,નાની મોણપરી,રાવણી,દાદર,જૂની ચાવંડનો સમાવેશ થાય છે.

વિસાવદર શહેર સંપૂર્ણપણે કોરોનાથી બાકાત હતુ જયાં પણ માત્ર ચાર જ દિવસમાં ૧૨ સુધી આંકડો પહોંચ્યો છે.અત્રે એ નોંધનીય છે કે,જિલ્લા કક્ષાએથી જાહેર થતી સત્ત્।ાવાર યાદીમાં વિસાવદર પંથકનાં આ ભયાનક આંકડા હજુ જાહેર કરાયા નથી..!! સત્ત્।ાવાર જાહેરાત થયે વાસ્તવિક હકિકતો બહાર આવી શકે જેથી સત્ત્।ાવાર જાહેરાત તરફ સૌની મીટ મંડાઈ છે.

વિસાવદર શહેરમાં કોરોનાનાં ફફડાટનાં પરિણામે બજારો બપોરે ૩ બાદ સ્વયંભૂ સંપૂર્ણપણે બંધ રહે છે.(

(1:14 pm IST)