Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જુનાગઢમાં મહિલા PSI ઉંજીયાને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરનાર પાંચ આરોપી ઝબ્બે

જુનાગઢ તા. ૧૩ : જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડિવિઝન ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.ગોહિલ, એસ.ઓ.જી.ના પીએસઆઇ જે.એમ.વાળા તથા સ્ટાફના હે.કો. વિક્રમસિંહ, વિકાસભાઈ, મોહસીનભાઈ, અનકભાઈ, સહિતની પોલીસ ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) સંદીપ ઉર્ફે સંજય કરમણભાઇ મકવાણા રબારી ઉવ. ૨૨ ધંધો.હીરા ઘસવાનો રહે. જુનાગઢ ગાંધીગ્રામ, સંજયનગર ગ્રોફીડ મીલના ખુણા પાસે મુળ ગામ બરવાળા તા.વંથલી,ઙ્ગ (૨) સાગર હમીરભાઇ કટારા રબારી ઉવ. ૨૨ ધંધો.માલધારી રહે. જુનાગઢ પંચેશ્વર, પંચેશ્વર મંદીર પાસે, (૩) સરમણ હમીરભાઇ કટારા રબારી ઉવ. ૨૫ ધંધો માલધારી રહે. જુનાગઢ, પંચેશ્રર, પંચેશ્રર મંદીર પાસે, (૪) ભીખા ગોગનભાઇ મોરી રબારી ઉવ. ૨૪ રહે. જુનાગઢ, પંચેશ્રર તથા (૫) અરજણ લાખાભાઇ કોડીયાતર રબારી ઉવ. ૨૩ રહે. ગામ સુપેડી તા.ધોરાજી ને ટેકિનકલ સોર્સ આધારે બતમીદારો દ્વારા મળેલ બાતમી આધારે પકડી પાડી, રાઉન્ડ અપ કરી, કોવિડ ૧૯ નો ટેસ્ટ કરાવી, ધરપકડ કરવામાં આવેલ છે.

આ ગુન્હાની તપાસમાં રહેલ પોલીસ ટીમો દ્વારા તાત્કાલિક તપાસ આદરી, આરોપી સંદિપ ઉર્ફે સંજય કરમણભાઇ મકવાણા રબારી ને સૌ પ્રથમ પકડી પાડી, આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી સંદિપ ઉર્ફે સંજય કરમણભાઇ મકવાણા રબારીએ પંચેશ્રરમાં રહેતા દેશી દારૂનો ધંધો કરતા આરોપીઓ (૧) ભીખા ગોગનભાઇ મોરી રબારી તથા (૨) સરમણ હમીરભાઇ કટારા રબારી તથા (૩) સાગર હમીરભાઇ કટારા રબારીએ પોતાનો દેશી દારૂનો મુદામાલ આ.લી. ૨૦૦ નો ઉપલેટા ખાતે રહેતા ઇકબાલ ઉર્ફે બાપુ મહમદ હુશેન બુખારીને ત્યાં એસ્ટીમ ફોર વ્હીલમાં નાખવા જવા રૂ. ૧૦૦૦/- નકકી કરી, રસ્તામાં કોઈ પણ પોલીસ આડી આવે તો, ગાડી રોકતો નહી. દારૂ ભરેલી ગાડી પોલીસ માથે ચડાવીને નિકળી જજે અને પછી અમે પાછળ બેઠા છીએ, કેસ થશે તો, તને છોડાવી લેશુ તેમ જણાવેલ હોય અને પંચેશ્રરથી નિકળતા, રસ્તામાં બરફના કારખાના પાસે પોલીસની ટીમ દ્વારા ગાડી રોકાવતા, આરોપીએ ગાડી રોકેલ નહી. સહ આરોપીઓ સાથે અગાઉથી નક્કી કરેલ તે મુજબ પોલીસ ટીમને મારી નાખવાના ઇરાદે તેના ઉપર ગાડી નાખી, મો.સા. સાથે ઠોકર મારી, ફંગોળી દઇ, ફરીયાદીને જમણા પગના ગોઠણના ભાગે ઇજા કરી, મો.સા.માં નુકશાની કરી, ફોરવ્હીલ લઇ, નાશી ગયેલ અને રસ્તાામાં ભીખા ગોગનના કહેવા મુજબ ઉપલેટા ખાતે દારૂ ઉતારી,ઙ્ગ ઙ્ગએસ્ટીમ કારને સગેવગે કરવા સારૂ, આરોપી ભીખા ગોગનના કહેવાથી, તેના સબંધી અરજણભાઇ કોડીયાતરને ફોર વ્હીલ કાર સોંપી આપી હોવાની કબૂલાત કરી, વટાણા વેરી દેતા, તપાસમાં રહેલ જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા બાકીના ચારેય આરોપીઓને પકડી પાડી, ગુન્હામાં વપરાયેલ એસ્ટીમ કાર કિંમત રૂ. ૧,૫૦,૦૦૦નો મુદામાલ પણ કબજે કરવામાં આવેલ છે.ઙ્ગ

આ ગુન્હામાં પકડાયેલ પાંચેય આરોપીઓએ અગાઉથી ગુન્હાાહીત કાવતરૂ રચી, બનાવ બન્યા બાદ મુદામાલની કારને સગેવગે કરી, ગુન્હામાં એકબીજાની મદદગારી કરવામાં આવેલ હોઈ, આ ગુન્હામાં કાવતરા, પુરાવાના નાશ સહિતની કલામોનો ઉમેરો કરી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:14 pm IST)