Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જેતપુરમાં કોરોના પોઝીટીવના દરરોજ ૩ કેસ આવતા કુલ આંક ૪૦

જેતપુર તા.૧૩ : શહેરમાં છેલ્લા  ઘણા સમયથી કોરોનાએ માથુ ઉચકયુ હોય દરરોજ ત્રણ કેસ પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત રોજ ૧ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કેસ આવતા કુલ ૪૦ કેસ નોંધાયા છે.

શહેરમાં તાલુકામાં મળી દરરોજ જાણે ત્રણ કેસ પોઝીટીવ આવવાનો નીયમ હોય તેમ શનિવારે સાંજે ખજુરી ગુંદાળા ગામે રહેતા એક જ પરિવારના બે ભાઇઓ નીતીનભાઇ (ઉ.વ.ર૬) અને વિશાલભાઇ લવજીભાઇ સાકરીયા તેમજ ચારણ સમઢીયાળા ગામે રહેતા પ્રાગજીભાઇ વાઘાણી (ઉ.વ.૪૭)નો પોઝીટીવ રીપોર્ટ આવેલ. બાદ ગઇકાલે સવારે ૪ શહેરના તેમજ સેળકા ગામના સાગર અમૃતભાઇ કોયાણી (ઉ.વ.ર૮) અને ઉમરાળી ગામે રહેતા બાબુભાઇઅરજણભાઇ સીંગલ (ઉ.વ.૪૮)નો પણ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ. બાબુભાઇ સીંગલ જેતપુર - નવાગઢ નગર પાલિકાના ટેક્ષ શાખામાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે.તેની તબીયત છેલ્લા થોડા દિવસોથી નાદુરસ્ત હોય તેમના ઘેર ઉમરાળી રહેતા હતા. તબીયતમાં સુધારો આવતો ન હોય તેનો રીપોર્ટ કરાતા પોઝીટીવ આવેલ.

શહેરમાં રોજે રોજ પોઝીટીવ કેસો આવતા હોય જેમાં વધુ પડતા કેસો સુરત - અમદાવાદથી આવેલ હોય તેના  હોય હાલ લોકોમાં ભય વ્યાપી ગયો છે. શહેરભરમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૪૦ થયેલ છે.

(1:14 pm IST)