Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કેશોદ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો કાળો કહેર વધુ છ પોઝિટીવ કેસ

કોવીડ-૧૯ ની ગાઈડ લાઈન ની ચુસ્તપણે અમલવારી કરાવવામાં આવશે નહીં તો સ્થિતિ વધુ વણસશે

 કેશોદ,તા. ૧૩:  કેશોદ શહેર-તાલુકા માં કોરોના પોઝીટીવ કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે કોરોના વાયરસ નો કાળો કહેર યથાવત રહ્યો છે.

કેશોદ તાલુકામાં સૌ પ્રથમ વખત એકી સાથે  ગત શનિવારે છ પોઝિટીવ કેસ આવતા સ્થાનિક શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામેલછે તથા આરોગ્ય તંત્ર સફાળુ જાગી સેનેટરાઈઝ સહિતની આરોગ્યલક્ષી કાયઙ્ખવાહીમાં લાગી ગયેલ હતુ.  

   આ છ પોઝિટીવ કેસોમાં કેશોદમાં-૨ કેસ (એક પુરુષ-એક સ્ત્રી), હાંડલામાં-૨ કેસ(એક પુરુષ-એક સ્ત્રી), બડોદરમાં-૧ કેસ(પુરુષ), કાલવાણીમાં-૧ કેસ(પુરુષ)  નોંધાયા છે. જેમાં આ તમામ વ્યકિતીઓના કોરોનાનાં લક્ષણો જોવા મળતાં સેમ્પલ લેવામાં આવ્યાં હતા અને રીપોર્ટ પોઝીટીવ આવતાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેશોદ શહેર-તાલુકા માં કોરોના પોઝીટીવ કેસનો આંક વધીને ત્રેવીસે પહોંચેલછે.  જેમા છેલ્લાં બે દિવસમાં જ આઠ કેસ નોંધાતાં સ્થિતિ ગંભીર બની છે. જેમાં હાલમાં દશ કેસ એકટીવછે.

  કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈનની સરકારી તંત્ર ઘ્વારા ચુસ્તપણે અમલવારી કરાવવાં માં આવશે નહીં તો આવનારાં દિવસોમાં સ્થિતિ વધુ વણસી જાય તો નવાઈ નહીં.

  કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે સ્થાનિક તંત્ર ને સંપૂર્ણ રીતે સ્વતંત્ર સતા આપવામાં આવી છે ત્યારે આવનારાં દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ અને તહેવારો શરૂ થવાના છે ત્યારે ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવશે નહીં તો લોકોએ તહેવારો દરમ્યાન આ ભયંકર મહામારીનો સામનો કરવાની  સ્થિતિનું નિર્માણ થશે.

 કેશોદ શહેર-તાલુકા માં વધુ પડતાં કોરોના પોઝીટીવ કેસ હોટ સ્પોટ પર થી આવેલા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે ત્યારે રેડ ઝોનમાં થી આવતાં વ્યકતીઓ ની તપાસ હાથ ધરવામાં આવે તો સંક્રમણ ની સાંકળ તુટે અને કેસ નોંધાતાં અટકી શકે તેમ છે.

(1:14 pm IST)