Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોના સંક્રમણને રોકવા

જુનાગઢ મ્યુ. કમિશનર દ્વારા વેપારીઓ માટે કડક દિશા-નિર્દેષો જારી કરાયા

જુનાગઢમાં કાયદાના કડક પાલન માટે આજથી જ ઝુંબેશ આદરાશે

જુનાગઢ,તા.૧૩ : સમગ્ર વિશ્વમાં તેમજ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારી નો ફેલાવો દિન પ્રતિદિન વધતો જાય છે. આ સંજોગો માં લોકો સરકારની સૂચનાઓનો કડક અમલ કરે તે ખૂબ જરૂરી છે ધંધા ના સ્થળો, દુકાનો વિગેરે જગ્યાઓ એ માસ્ક પહેરવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ,વારંવાર હાથ સેનિતાઈઝ કરવામાં આવે અને સ્વચ્છતા જળવાઈ તે ખૂબ અગત્ય નું છે.આ સમયમાં સ્વયંભૂ શિસ્ત જાળવવું એ સૌની જવાબદારી છે.

જૂનાગઢમાં સંક્રમણ રોકવા મહાનગરપાલિકા ના કમિશ્નર તુષાર સુમેરાએ લોકો તેમજ વેપારીઓને સુચના પાલન કરવા અપીલ કરી છે.

તમામ દુકાનદારે  દુકાનમાં સ્વચ્છતા રાખવાની સાથે વખતો વખત હાથ સેનેટાઇઝ કરવાના રહેશે અને આવનાર ગ્રાહક ને હેન્ડ સેનેટાઇઝ કરે તે ઇચ્છનીય છે, તમામ દુકાનદારે માસ્ક પહેરવું ફરજીયાત છે તેમજ ગ્રાહક ને પણ માસ્ક પહેરવા કે પોતાના મોઢા આડે કપડું રાખવા આગ્રહ કરવો, દુકાનદારે પોતાની દુકાન માં સોશ્યલ ડિસ્ટન્સ ગ્રાહક વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર રહે તે પ્રમાણે જ ગ્રાહકો ને દુકાનમાં પ્રવેશ આપવો  વધુ ગ્રાહકો ને દુકાન બહાર સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉભા રાખવાની વ્યવસ્થા દુકાનદારે કરવાની રહેશે.

આ સૂચનાનો ભંગ કરવા બદલ પ્રથમ ભૂલ વખતે દુકાનદાર નું શોપ લાઇસન્સ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

આ સમય દરમિયાન જો તે દુકાન ખોલશે તો તેનું લાયસન્સ એક માસ માટે સસ્પેન્ડ કરવા માં આવશે.

જે દુકાનદાર બીજી વખત સૂચના નો ભંગ કરશે તો ૧૫ દિવસ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે અને ત્રીજી વખત ભંગ કરશે તો એક માસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. જો ત્યાર બાદ પણ વેપારી દ્વારા સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

જૂનાગઢ ચેમ્બર ઓફ કોમેર્સ અને તમામ વેપારી એસોસીએસન ના પ્રમુખ અને પ્રતિનિધી  ઓને  અપીલ કરે છે કે પોતાના વેપારી સુધી મહાનગરપાલિકાની સૂચના પહોંચાડવા અને શહેરમાં વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવા મહાનગરપાલિકાને સહયોગ આપવા જણાવેલ છે.

આ ઝુંબેશ મહાનગરપાલિકા દ્વારા આજથી શરૂ કરવામાં આવનાર છે.

(1:13 pm IST)