Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પોરબંદરમાં કોરોના કહેર વધ્યો : એક સાથે બે મહિલા અને બે પુરૂષોના પોઝીટીવ રીપોર્ટ

કાપડ ની દુકાનમાં કામ કરતા યુવાન તથા મહારાષ્ટ્રમાં રહેતા કાપડની દુકાનમાં કામ કરતા યુવાન તથા મહારાષ્ટ્રમાં રહેતા પરિવારના ૩ સભ્યોને કોરોના પોઝિટીવ રિપોર્ટ

પોરબંદર, તા. ૧૩ :  જિલ્લામાં કોરોના સંક્રમણ વધતુ જાય છે. ગઇકાલે એક સાથે કોરાનાના ૪ પોઝિટીવ કેસ આવતા દર્દીઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે.

કોરાના પોઝિટીવના ૪ કેસમાં એક પોરબંદર બંગડી બજારમાં કાપડની દુકાનમાં કામ કરતો યુવાન તેમજ મુળ પોરબંદરના અને મહારાષ્ટ્રમાં સ્થાયી થયેલ એક પરિવારના પોરબંદર આવેલ ૩ સભ્યોનો સમાવેશ થાય છે.

ગઇકાલે કોરોનાના શંકાસ્પદ ૬૬ કેસમાં દર્દીઓના સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલતા ૬૬ કેસમાંથી ૬ર કોરોના કેસમાં નેગેટીવ રિપોર્ટ આવેલ બાકીના ૪ કેસના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ હતાં.

હાલ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં કોરોના પોઝીટીવ કેસના ૧૧ દર્દીઓ સારવાર લઇ રહેલ છે. જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં ૩૮૬૯ કેસના પરીણામ કરવામાં આવેલ છે. ડિસ્ટ્રીકટ કોરોન્ટાઇન કરેલ દર્દીઓની હાલ સંખ્યા પ૩૧૮ છે. સાજા થયેલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૧પ છે. કોરોનાથી અત્યાર સુધી જિલ્લામાં ર વ્યકિતઓના મોત નિપજેલ છે.

(1:12 pm IST)