Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પોરબંદર - કુતિયાણા તથા જળાશય વિસ્તારમાં ઝાપટાઃ ખંભાળા જળાશય છલોછલ

પોરબંદર તા.૧૩ : પોરબંદર અને કુતિયાણા તથા જળાશયમાં સમયાંતરે છુટાછવાયા  હળવા ઝાપટા વરસી જાય છે. આજે સવારે સુર્યપ્રકાશીત વાતાવરણ થઇ ગયેલ છે.ખંભાળા જળાશય છલોછલ થઇ ગયેલ છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૦.૦૧ મીમી (૭૦૯.પ મી.મી) એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર ૦.૦૬ મી.મી. (૭૦૯.૯ મી.મી) કુતિયાણા ર મી.મી. (૭રપ મી.મી.) ખંભાળા જળાશય ૬ મી.મી. (પર૦ મી.મી.) હાલ સપાટી૩૩.૭ ફૂટ (ઓવરફલોની સપાટી ૩૪ ફૂટ) ફોદારા જળાશય પ મી.મી. (૭રપ મી.મી.) પાંચ દિવસ થી ઓવરફલો ચાલુ છે.

દરિયાકાંઠે ૩ થી ૪ ફૂટ મોંજા છે ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૧.૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ર૭.પ સે.ગ્રે., ભેજ ૮૮ ટકા,  પવનની ગતિ ૧૪ કિ.મી., સુર્યોદય ૬.૧૬ તથા સુર્યાસ્ત ૭.૩૭ મીનીટે.

(1:12 pm IST)