Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રોટરી કલબ ઓફ મોરબી હોદેદારોનો પદગ્રહણ

મોરબી,તા.૧૩ : કોરોના મહામારીને ધ્યાને લઈને ઓછા લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટનર્શિંગન પાલન કરીને રોટરી કલબ ઓફ મોરબી દ્વારા હોદેદારોનો પદગ્રહણ અને શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ  ગોસલીયાએ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરીને તેમજ  બોર્ડના સભ્યોને શપથ લેવડાવ્યા હતાં રોટરીનું નવું વર્ષ ૩૦/૬/૨૦૨૦ના રોજ પૂરૂ થતા આ નવાં વર્ષે નવા હોદેદારોની નિમણૂક કરવામા આવી હતી જેમાં રોટરી કલબ ઓફ મોરબી પ્રેસિડન્ટ તરીકે અબ્બાસ ભાઈ લાકડાવાલા તેમજ સેક્રેટરી તરીકે પરમાર રૂપેશ (કવિ જલરૂપ )ની વરણી કરવામાં આવી હતી.

(1:11 pm IST)