Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કલ્યાણપુરના ભોગાતમાં ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ અને બનાવટી જન્મના પ્રમાણપત્રો સાથે ધરપકડ

મોબાઇલ રીપેરીંગના નામે દુકાન શરૃ કરીને ડોકયુમેન્ટ સાથે ચેડા કરનાર સામે દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસની કાર્યવાહી

રાજકોટ રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદની સુચના અને માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા એલસીબીના નવનિયુકત પોલીસ ઇન્સ્પેકટર શ્રી જેઅ.મે. ચાવડાની રાહબરીથી એલસીબી દેવભૂમિ દ્વારકા પોલીસે સફળ ઓપરેશન પાર પાડી કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે કોસ્ટલ હાઇવે રોડ પર વિધી મોબાઇલ નામની મોબાઇલ રીપેરીંગની દુકાનવાળો વિજય સાજાભાઇ ગઢવી ભાડેથી રાખેલ દુકાનમાંથી ડ્રાઇવીંગ લાયસન્સ અને બનાવટી જન્મના પ્રમાણપત્રો બનાવતા એક ઇસમને ડુપ્લીકેટ ડ્રાઇવીંગ  લાયસન્સ અને બનાવટી જન્મના પ્રમાણપત્રો તેમજ લાયસન્સ બનાવવા ઉપયોગમાં લેવાતો સર-સામાન તથા કોમ્પ્યુટર સહિતના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.

દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસને માહિતી મળેલ હતી કે, મોબાઇલની દુકાનમાં ઓનલાઇન ફોર્મ તથા કલર ઝેરોક્ષ કરવાનુું કામ કરતો તેમજ લોકોને વધુ પૈસા લઇને ટ્રાયલ આપ્યા વિના ડા્રઇવીંગ લાયસન્સ કઢાવી આપવાનું કહી લોકોને ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપે છે જે હકીકત એલસીબી પોલીસના ધ્યાને આવતા એલસીબી પોલીસે વધુ માહિતી એકત્ર કરી કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે દ્વારકા-પોરબંદર કોસ્ટલ હાઇવે પર વીધી મોબાઇલ રીપેરીંગની ભાડેથી રાખેલ દુકાને મકાને છાપો મારતા દુકાનેથી વિજયભાઇ સાંજાભાઇ રૃડાય ગઢવી ઉ.વ.ર૬, ધંધો મોબાઇલ રીપેરીંગ રહે. ભોગાત ગામની સીમ, ક્રેઇન ઇન્ડીયા કંપનીના ગેઇટ સામે તા. કલ્યાણપુર જિ. દેવભૂમિ દ્વારકાવાળા ડુપ્લીકેટ લાયસન્સ અને બનાવટી જન્મના પ્રમાણપત્રો બનાવતા ઝડપાઇ ગયેલ. તેઓ પાસેથી (૧) ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ નંગ ૭ (ર) ડુપ્લીકેટ જન્મના પ્રમાણપત્રો નંગ-ર, ફોટાઓ-૩ (૩) લેમીનેશન પેપર નંગ-૧ (૪) કોરા કાગળો, સ્ટેપલર, કાતર (પ) જુદા જુદા માણસોના બે આધારકાર્ડ વિગેરે કાગળોની ઝેરોક્ષ (૬) બીલ બુક, સ્ટેમ્પ પેડ, કેમેરો, પેન ડ્રાઇવ-૧ (૭) કોમ્પ્યુટર સીસ્ટમ-૧ (૮) હાર્ડ ડીસ્ક-૧ (૯) સ્કેન કમ કલર પ્રિન્ટર-૧ (૧૦) મોબાઇલ ફોન-૧ સહિત રૃપિયા ર૯૩૧૦/-નો મુદામાલ મળી આવેલ હતો સાથે તેઓ પાસેથી મળી આવેલ પેન ડ્રાઇવ તથા કોમ્પ્યુટરમાંથી ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ અને જન્મ પ્રમાણપત્રો બનાવવાના પુરાવારૃપે ફાઇલો મળી આવેલ હતી જે પણ પોલીસે કબ્જે કરેલ હતી.

આરોપીએ કબુલાત આપેલ કે, તેઓ મોબાઇલ રીપેરીંગના કામ સાથે કોમ્પ્યુટરમાં ઓનલાઇન ફોર્મ, સરકારશ્રીની યોજનાઓના ફોર્મ તેમજ ઝેરોક્ષ નકલો કરી આપી લોકોને વિશ્વાસમાં લઇ તેઓને ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા પરીક્ષા આપ્યા વિના લાયસન્સ કઢાવી આપવાનું તેમજ સરકારી કચેરીએ ધકકા ખાધા વગર જન્મના પ્રમાણપત્રો કઢાવી આપવાનું કહી લોકો પાસેથી મોટી રકમ પડાવી અને જાતે ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ અને જન્મના પ્રમાણપત્રો બનાવતા હતા. પોલીસને કોમ્પ્યુુટર તથા પેન ડ્રાઇવમાં મોટી માત્રામાં ડ્રાઇવીંગ લાયસન્સ અને જન્મના દાખલાઓ બનાવ્યાના પુરાવો મળેલ છે. મજકુર ઇસમ સામે એલસીબીના પોલીસ હેડ કોન્સ. અરજણભાઇ મારૃઅ સરકાર તરફે ફરીયાદ આપી કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ ઇન્સ.શ્રી કલ્યાણપુર પો.સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એલસીબી દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એમ. ચાવડા, પો.સઇ.શ્રી વી.એમ. ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઇ નકુમ, રામશીભાઇ ભોચીયા, જીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા દેવશીભાઇ ગોજીયા, ડ્રાઇવર નરશીભાઇ સોનગરા પોલીસ હેડ કોન્સ. મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૃ પોલીસ કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતાં.(

(12:51 pm IST)