Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જસદણના આંકડીયા પાસે વાડીમાં એલસીબીનો દરોડો : દોઢ લાખના દારૂ સાથે દીલીપ ચાવડા પકડાયો

એલસીબીના કોન્સ. રહીમભાઇ દલની બાતમી : દારૂની પ૦ર બોટલ તથા એક મોબાઇલ મળી રૂ.૧.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે : ભાગીદાર પરેશ બેરાણી અને સપ્લાયર વિજય બોરીચાના નામ ખુલ્યા

રાજકોટ, તા.૧૩ : જસદણના આંકડીયા ગામ પાસે ડગડગીયા કુંવરની ધાર તળાવના કાંઠે આવેલી વાડીમાં રૂરલ એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વાડી માલીકને દારૂની પ૦ર બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૂરલ એસપી બલરામ મીણાએ દારૂ-જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે સુચના આપતા એલસીબીના પીઆઇ એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ પ્રભાતભાઇ બાલાસરા, રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, મેહુલભાઇ બારોટ અને જયપાલસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. રહીમભાઇ દલને મળેલી બાતમીના આધારે જસદણના આંકડીયા ગામ પાસે તળાવના કાંઠે આવેલી વાડીમાં દરોડો પાડી વાડી માલીક દીલીપ કનુભાઇ ચાવડા (રહે. મોટામાત્રા તા.વિંછીયા)ને રૂ. ૧,પ૦,૬૦૦ની કિંમતની દારૂની પ૦ર બોટલ સાથે પકડી લીધો હતો. તેની પૂછપરછ દરમ્યાન ભાગીદાર મોટામાત્રનો પરેશ ચોથાભાઇ બેરાણી અને સપ્લાયર ગઢડાના રાયપરનો વિજય રઘુભાઇ બોરીચાનું નામ ખુલતા પોલીસે બંનેની શોધખોળ આદરી છે.

(12:08 pm IST)