Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઢોરને બચાવવા જતા વહેલી સવારે

ધોરાજી ઉપલેટા રોડ પર ૩૦ ફુટ ઉંડા ખાડામાં ટ્રક ખાબકયોઃ ડ્રાઇવર કલીનરને ગંભીર ઇજા

માનવ સેવા મંડળના કાર્યકરો મનપા-પોલીસની ટીમ ૧૦૮ સાથે દોડી જઇ ત્વરીત બાઝી સંભાળેલ

ધોરાજી તા. ૧૩ :.. આજે વહેલી સવારે પ વાગ્યાની આસપાસ ડીસાથી બટેટા ભરી ઉપલેટા જતા હતો તે દરમ્યાન ધોરાજી નજીક ઉપલેટા રોડ રોયલ ગર્લ્સ સ્કુલથી આગળના ભાગે ટ્રકની આગળ ઢોર આવતા બચાવવા જતા બટેટા ભરેલ બાવળના ઝાડી વચ્ચે થઇ ૩૦ ફુટ નીચે પટકાયેલ અને ટ્રક ભાંગી ગયેલ અને તેમાં ડ્રાઇવર અને કંડેકટર ફસાય હતાં.

આ અંગે ૧૦૮ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ બનાવ અંગે ધોરાજી માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, બાલાભાઇ સોલંકી (ગેરેજવાળા) રસીદભાઇ ખલીફા, પ્રવિણભાઇ બોરીચા, કિશન હરીયાણી, સહિતના નાળાઓ અને દોરડાઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને આ બચાવ રાહત કાર્યમાં નવનિયુકત પીઆઇ એચ. એ. જાડેજા પણ સેવાકીય કાર્યમાં જોડાયા હતાં.

નગરપાલીકાની ટીમ અને ૧૦૮ ના પાયલોટ ભાવેશ રાઠોડ અને ઇએમટી સુફીયાન વસામ અને લોકોને સાથે મળીને દોઢ કલાકની જહેમત બાદ બાવળની જાળીમાં કાઢીને ૧૦૮ માં ધોરાજી સરકારી દવાખાને લઇને સારવાર બાદ જેમાં ધર્મેશ કાનાભાઇ કાનગડ રહે સુપેડી વાળાને ગંભીર હાલતમાં જુનાગઢ રીફર કરેલ છે. જયારે ડ્રાઇવર જયેશ ડાંગરને પણ ઇજાઓ થયેલ હતી અને ટ્રક નં. જીજે-૩-એ.ડબલ્યુ. ૭૩૮૮ ભાંગીને ભુકકો થઇ ગયેલ હતો અને અનેક સેવાભાવીઓ કાર્યકરોએ ખુશ  ગયા હતા આ બનાવ અંગે ધોરાજી પોલીસના બીટ જમાદાર હિતેશભાઇ ગરેજા તપાસ ચલાવી રહેલ છે.

(11:57 am IST)