Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

તળાજા, મંગેળા, ઉંચડીમા એક-એક કેસનો વધારોઃ મંગેળા વધુ એક ગામમાં કોરોનાનો પ્રવેશ

તળાજામાં સતત વધતા જતા કોરોના કેસ વચ્ચે બપોરના બે વાગ્યા સુધી બજારખુલ્લી રાખવા અમુક વેપારી દ્વારા નિર્ણય

ભાવનગર, તા.૧૩: ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકાના ગામડાઓમાં કોરોના નો કહેર વધતો જાય છે. આજે તળાજા શહેર નો એક તથા ઉંચડી અને મંગેળા એમ બે ગામડાઓમાં એકએક કેસ મળી વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં મંગેળામા પ્રથમ કેસ છે. વધતા જતા કોરોના રોગચાળા ને લઈ બે દિવસથી સોસીયલ મીડિયામાં બનેલા વેપારી ગ્રુપમાં બપોરે બે કલાક સુધી બજારો ખુલી રાખવા માટે પરામર્શ ચાલી રહ્યો છે.

તળાજા આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે.જેમાં શહેરના સરતાનપર રોડ નજીક રહેતા રાહુલ લાઠીયા, ઉંચડી ગામના રાજુભાઈ અણદ્યણ અને મંગેળા ના બળદેવભાઈ જળીયા કોરોના પોઝિટિવ આવેલ.

જેમાં તળાજા અને ઉંચડી બન્ને સુરત થી આવેલ છે.જયારે મંગેળા ના બળદેવભાઈ ભાવનગર કુમુદ વાડીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા.રાહુલ લાઠીયા ને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.અલાયદા રૂમમાં રાખી આરોગ વિભાગ દરરોજ કાળજી લેશે.

સતત વધતા કેસને લઈ ગઈકાલ સાંજથી સોસીયલ મીડિયા માં બનેલા વેપારી ગ્રુપ માં બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવા બાબતે પરામર્શ થયેલ જેમાં કેટલાક વેપારીઓ સહમત થયા હતા.

તળાજા નાગરિક બેંકના ડિરેકટર અને શિવ ઓઇલ મિલના વીરેન્દ્રસિંહ વાળા એ જણાવ્યું હતુંકે વધતા જતા કોરોના ને લઈ વેપારીઓ સાથે કરેલ પરામર્શમા બપોરે બે વાગ્યા સુધી ઇમરજન્સી સેવા સિવાયની દુકાનો ખુલી રાખવાનું એક અઠવાડિયા માટે નક્કી કરવામાં આવેલ છે.કોરોના વધશે તો સમયગાળો લંબાવીશું.

તળાજા હેલ્થ સુપરવાઈઝર કે.ડી.સરવૈયા એ શહેર અને તાલુકામાં સતત કેસ વધી રહ્યા છે. તેને લઈ લોકોને જાહેર અપીલ કરી છે કે બને ત્યાં સુધી લોકો સ્વંય લોકડાઉન નું પાલન કરે. માસ્ક,સેનેટાઇઝર, સોસીયલ ડિસ્ટનસનનો ઉપયોગ કરે.(

(11:55 am IST)