Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ભુજ નજીક ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મોજ માણતા ૧૯ યુવાનો ઝડપાયો

ભુજ,તા.૧૩: ભુજ માંડવી રોડ પર આવેલ દહીંસરા ગામે પોલીસે ફાર્મ હાઉસમાં દરોડો પાડી મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો. જીઈ વિન્ડ મિલ કંપનીના અધિકારી દુરાઈરાજનો જન્મદિવસ હોઈ તેમણે પોતાની કંપનીના અન્ય પરપ્રાંતીય સહ કર્મચારીઓ સાથે દારૂની મહેફિલ રાખી હતી. માનકુવા પોલીસે રતાભાઈ રબારીના ફાર્મ હાઉસ પર દરોડો પાડી ૧૯ યુવાનોને દારૂ ની મોજ માણતાં ઝડપી પાડી તેમની વિરુદ્ઘ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:53 am IST)