Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

હળવદના કોયબા રોડ પાસે નર્મદા કેનાલમાંથી માનવ કંકાલ મળ્યું

હળવદ,તા.૧૩ : તાલુકાના કોયબા ગામ જવાના રસ્તા પરથી પસાર થતી નર્મદા કેનાલમાં માનવ કંકાલ પડયું હોવાનું ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવ્યું હતું જોકે આ માનવ કંકાલની ખોપરી અને શરીરના અન્ય અવયવો જુદા જુદા થઈ ગયા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના કોયબા ગામ જવાના રસ્તા પર થી પસાર થતી નર્મદા કેનાલમાં હાલ પાણી ઓસરતાં અને કેનાલ બંધ થતા કેનાલ ખાલી જોવા મળી રહી છે જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓને દુર્ગંધ આવતી હોય જેથી તપાસ કરાતા નર્મદા કેનાલમાં કોઈ માનવ કંકાલ પડ્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જોકે લાશ સાવ કોહવાય ગયેલ હોય માત્ર હાડપિંજર રહ્યું છે જેથી ખોપરી પણ જુદી થઈ ગઈ હોય અને શરીરના અન્ય હાડકાઓ પણ જુદા જુદા જોવા મળ્યા હતા પરંતુ પેન્ટ પહેરેલું હોય એના પરથી એવો અંદાજો લગાવી શકાય છે કે આ કંકાલ કોઈ પુરુષ નું હોય જો કે સાચી હકીકતો પોલીસ તપાસ બાદજ બહાર આવશે.

(11:53 am IST)