Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઉપલેટાના વાડલા ગામની સીમમાં જુગાર રમતા ૮ ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા જે સુચના આધારે પી.આઈ. એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કૌશિકભાઈ જોષીને મળેલ હકીકતના આધારે રામભાઈ ઉર્ફે રામો દેવાયતભાઈ ભારાઈ રહે. ગામ વાડલા સુરાવો નામની સીમમાં આવેલા વાડીના મકાનમાં જુગારનો અખાડો ચલાવતા જગર રમતા આઠ ઈસમોને રોકડ રૂ.૬૫,૧૫૦/- સાથે આઠ મોબાઈલ કીમત રૂ. ૨૭,૫૦૦/- તેમજ મોટર સાયકલ નંગ ચાર જેમની કીમત રૂ. ૯૦,૦૦૦/- સહીત કુલ મુદામાલ રૂ. ૧,૮૨,૬૫૦/- નો મુદામાલ ઝડપી પાડેલ. (૧) રામભાઈ ઉર્ફે રામો દેવારખીભાઈ ભારાઈ રબારી ઉ.વ. ૪૫ રહે. વાડલા, (૨) ઉમેશભાઈ પરબતભાઈ ચંદ્રવાડીયા આહીર ઉ.વ. ૩૩ રહે. વિક્ર્મ ચોક, યાદવ રોડ, (૩) જયદીપ કાનજીભાઈ ચંદ્રવાડીયા આહીર ઉ.વ. ૨૪ રહે. હનુમાન મંદિર પાસે, ઈસરા  (૪) મંથન જયંતીભાઈ જાદવ  આહીર ઉ.વ. ૨૭ રહે. કાળાનાળા પાસે, પોરબંદર રોડ, (૫) હમીરભાઈ ગોવાભાઈ ઘોયલ આહિર ઉ.વ. ૩૫ રહે. કૈલાશ નગર કાળાનાળા પાસે,(૬) વેલજીભાઈ વસરામભાઈ દેલવાડીયા જાતે કોળી ઉ.વ. ૫૩ રહે. મેળાનું મેદાન, સોમનાથ મહાદેવ મંદિર પાસે, ધોરાજી (૭) વિજય વિનોદભાઈ સુવા  આહિર ઉ.વ. ૩૧ રહે. ભકિતનગર, દ્વારકાધીશ સોસાયટી, (૮) છગનભાઈ ખીમજીભાઈ ગોહેલ કોળી ઉ.વ. ૪૮ રહે. પાવળીયા પરા, જામકંડોરણા ચોકડી, ધોરાજીને ઝડપી પાડેલ જયારે અન્ય કરશનભાઈ સુવા રહે. શિક્ષક નગર, પોરબંદર રોડ, ઉપલેટા નાસી ગયેલ. આ સમગ્ર કામગીરી પી.એસ.આઈ. એચ.એમ. રાણા, પો. હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પો.કોન્સ. નારણભાઈ પંપાણીયા, દિવ્યેશભાઈ સુવા, કૌશિકભાઈ જોષી સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.

(11:51 am IST)