Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વલ્લભીપુરમાં પોણા બે, ઉમરાળામાં ૧ ઇંચ : સૌરાષ્ટ્ર -કચ્છમાં ધૂપ-છાંવ

ગોંડલ, લોધીકા, લાલપુર, ભાણવડમાં અડધો ઇંચઃ હળવા -ભારે ઝાપટા યથાવત

રાજકોટ,તા.૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે ઝાપટાથી માંડીને પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

ભાવનગર જીલ્લાના વલ્લભીપુરમાં પોણા બે ઇંચ, ઉમરાળામાં ૧ ઇંચ તથા જેશર, તળાજા, પાલીતાણા , ભાવનગર સહિતના વિસ્તારમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં અડધો ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં અડધો ઇંચ, જામનગર, જોડિયા, ધ્રોલમાં હળવા-ભારે ઝાપટા પડ્યા છે.

જુનાગઢના માળીયાહાટીનામાં પણ આજે સવારે ઝાપટા પડ્યા હતા. હળવા -ભારે ઝાપટા પડ્યા છે.

સવારથી મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

જ્યારે રાજકોટ જીલ્લાનાં ગોંડલ અને લોધીકામાં અડધો ઇંચ તથા ઉપલેટા, કોટડાસાંગાણી, જેતપુર, જસદણ, જામકંડોરણા, ધોરાજી, પડધરી, રાજકોટ, વિંછીયામાં પડ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર જિલ્લામાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે.

આજે ગોહિલવાડ પંથકમાં દિવસભરમાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો હતો. જિલ્લામાં છુટો- છવાયો વરસાદ નોંધાયો છે. વલ્લભીપુરમાં ૨૩ મી.મી. ઉમરાળામાં ૧૧ મી.મી. ઘોઘામાં ૨ મીમી. જેસરમાં ૬ મીમી પાલિતાણામાં ૧૫ મીમીમાં મહુવા ૨ મીમી વરસાદનો નોંધાયો છે.

ઉપલેટા

(કૃષ્ણકાંત ચોટાઇ) ઉપલેટાઃ ચાર દિવસના વિરામ બાદ સવારના ૧૦ વાગ્યા બાદ હળવા ભારે ઝાપટા સાંજના ૬ વાગ્યા સુધી પડેલ હતા. જે ૧૪ મી.મી. વરસાદ પડેલ છે. મોસમનો કુલ વરસાદ ૨૯૨ મી.મી. થયેલ છે. તાલુકાના મોજ ડેમ ઉપર ૪૫ મીમી વરસાદ પડેલ હતો. મોસમનો કુલ વરસાદ ૪૮૦ મી.મી. વરસાદ થયેલ છે. આજના પાણીની આવક હોય તેથી મોજ ડેમના ૫ પાટીયા ૨ ફુટ ખોલેલ છે. જ્યારે વેણુ-૨ ડેમ ઉપર આજનો વરસાદ નથી પરંતુ ઉપરવાસ વરસાદના કારણે ડેમમાં પાણી આવક હોય તે થી ૩ પાટીયા ૨ ફુટ ખોલેલ છે. તાલુકાના ગામડામાં મોટી પાનેલી ગામે ૦ાાા, કોલકી ૦ાા, ભાયાવદર ૦ાા, ખીરસરા ઘેટીયા ૦ાાા, ખાખીજાળીયા ૦ાાા, ગામડાઓમાં ૦ાા ઇંચ ૧ાા ઇંચ વરસાદ પડેલ છે.

(11:22 am IST)