Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જામનગર શહેરમાં ચા-પાન ના વેપારીઓ પછી અન્ય કોમોડિટી ના વેપારીઓ ના વેપાર ધંધા સાંજે ૬ વાગ્યાથી બંધ રાખવા વિચારણા : જામનગર વેપારી મહામંડળ ની ઓફિસે અન્ય કોમોડિટીના વેપારીઓની મિટિંગોનો દોર નો પ્રારંભ : જામનગરમાં કોરોના નું વધતું જતું સંક્રમણ અટકાવવા ના ભાગ રૂપે જામનગર વેપારી મહામહામંડળ ચિંતિત

જામનગર તા ૧૩ જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ રોકવા માટે વહીવટીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે, જેની સાથે સાથે જામનગરના વેપારીઓ પણ જોડાય તે માટે ના વેપારી મહામંડળના પ્રયત્નો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે સૌપ્રથમ જામનગરના ચા-પાનના વેપારીઓ દ્વારા એક સપ્તાહ માટે સાંજે ૬ વાગ્યાથી વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યા પછી હવે જામનગર શહેરના અન્ય જુદા જુદા કોમોડિટીના વેપારીઓ પણ તેમાં જોડાય અને સહકાર આપે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

 જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના ની રાહબરી હેઠળ શહેરના અન્ય જુદી જુદી કોમોડિટીના વેપારીઓની મિટિંગોનો દોર વેપારી મહામંડળની કચેરીમાં શરૂ થઇ ગયો છે, અને શહેરમાં કોરોના નું વધતું જતું સંક્રમણ રોકવાના ભાગરૂપે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, અને વેપારીઓને ત્યાં ખોટી ભીડ ન થાય તેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અને સાંજે છ વાગ્યા પછી થી અન્ય વેપારધંધામાં પણ બંધ રાખવા માટેની વિચારણા ચાલી રહી છે. નજીકના ભવિષ્યમાં જ આ પ્રકારના અન્ય જુદી જુદી કોમોડિટીના વેપારીઓ દ્વારા સાંજે છ વાગ્યા પછી પોતાના વેપાર-ધંધા  બંધ રાખવા માટેની જાહેરાત કરાશે, તેમ વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના ની યાદીમાં જણાવાયુ છે.

(11:04 am IST)