Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અંજારના બે પ્રેમી પંખીડાઓએ ભુજમાં ફીનાઇલ ગટગટાવી

બંને બેભાન : ચીઠી સાથે મેરેજ સર્ટી મળ્યું

ભુજ તા. ૧૩ : ભુજના આરટીઓ મેઇનરોડ પર આવેલા આર્મી કેમ્પસ પાસે યુવક અને યુવતી બેભાન હાલતમાં મળી આવતાં તેમને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દરમ્યાન બેભાન હાલતમાં રહેલા આ પ્રેમી યુગલ પાસેથી ફીનાઇલ બોટલ, મેરેજ સર્ટી અને ચીઠી મળી આવી હતી. અત્યારે કોમામાં રહેલા આ યુવાનનું નામ લગ્ન સર્ટી અનુસાર ગોપાલ વલમજી સોરઠીયા અને યુવતીનું નામ સોનલ ગોપાલ સોરઠીયા હોવાનું બન્ને અંજારના હોવાનું જણાય છે.

ચીઠીમાં યુવતીએ લખ્યું છે કે, માવીત્રોની બીકથી અમે સાથે જીવી નહીં શકીએ પણ સાથે મરી તો શકીશું, એટલે અમે આ પગલું ભર્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(

(10:41 am IST)