Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કેશોદ,માંગરોળ,માળીયાહાટીના ,માણાવદર , વિસાવદર અને ભેસાણના કેટલાક વિસ્તારો કંટેઇન્મેન્ટ ઝોન જાહેર

જૂનાગઢના બગડું, ગોલાધાર ,માખીયાળા અને મજેવડીના વિસ્તારોનો સમાવેશ : કેશોદના હાંડલા, બડોદર અને વોર્ડ,ન,2ના મૂક વિસ્તાર બફર ઝોનમાં મુકાયા

જૂનાગઢ જિલ્લામાં વધતા કોરોના કેસને પગલે કલેકટર કચેરીએ એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડીને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે જેમાં : કેશોદ,માંગરોળ,માળીયાહાટીના ,માણાવદર , વિસાવદર અને ભેસાણના કેટલાક વિસ્તારો કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે ઉપરાંત  જૂનાગઢના  જૂનાગઢના બગડું, ગોલાધાર ,માખીયાળા અને મજેવડીના વિસ્તારોનો સમાવેશ કરાયો છે તેમજ કેશોદના હાંડલા, બડોદર અને વોર્ડ,ન,2ના મૂક વિસ્તાર બફર ઝોનમાં મુકાયા છે

ઉક્ત વિસ્તારોમાં લોકોનીયા વાર જવર નિયંત્રિત કરવા સાથે એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ તાહરમલ સ્ક્રીનિંગ થશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને બેરીકેટ થી સમગ્ર વિસ્તારને કોર્ડન કરાશે

(12:08 am IST)
  • પોરબંદરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ : ત્રણ શંકાસ્પદ કોરોનામાં નમૂના વધુ ચકાસણી માટે જામનગર લેબમાં પરીક્ષણ માટે મોકલાશે : 63 શંકાસ્પદ સેમ્પલ પૈકી 3 શંકાસ્પદ અને એક પોઝિટિવ: અન્ય તમામનો રિપોર્ટ નેગેટીવ : શંકાસ્પદ રિપોર્ટ એક જ પરિવારના હોવાની ચર્ચા access_time 11:46 pm IST

  • કાશ્મીરમાં સશસ્ત્ર દળોને મોટી સફળતા : સોપોરમાં આજે અથડામણ દરમિયાન પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ ઉસ્માન અને બીજા બે ત્રાસવાદી ઠાર મરાયા છે. સોપોરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામા તે સામેલ હતો, જેમાં સીઆરપીએફ જવાન શહીદ થયેલ access_time 9:09 pm IST

  • ''જીટીયુ'' પરીક્ષાનો કાર્યક્રમ જાહેરઃ ૩૦જુલાઈથી ઓનલાઈન પરીક્ષા જાહેરઃ ઓફલાઈન ૧૭ ઓગષ્ટથી લેવાશેઃ સપ્ટેમ્બરમાં ખાસ પરીક્ષા પણ લેવાશેઃ ૭૦ માર્કસની MCQ આધારીત પરીક્ષા લેવાશે access_time 5:12 pm IST