Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જામકડોરણાના ચરેલ ગામે અનૂજાતીના લોકોનો હિજરત કાયકમ વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી મોફૂક

ધોરાજી:જામકડોરણા ના ચરેલ ગામે અનૂજાતીના લોકો નો હિજરત કાયકમ વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી મોફૂક રખાયેલ છે
જામકડોરણા ના ચરેલ ગામે અનૂજાતી ની મહીલા ની હત્યા ના બનાવ મામલે અનૂજાતી સમાજ ના લોકો દ્વારા હિજરત કરવાની રજૂઆતના પગલે રાજકોટ જીલલા કલેક્ટર કચેરીએ કેબીનેટ મત્રી જયેશ ભાઈ રાદડીયા,કલેક્ટર રમ્યા મોહન,જીલ્લા પોલીસ વડા બલરામ મીના ,જીલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા, નાયબ કલેક્ટર જી વી મીયાણી,ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,ડો દિનેશ પરમાર ,બાલૂભાઈ વિઝૂડા, કાનજી ભાઈ પરમાર, ખીમજીભાઈ બગડા, દેવદાન ભાઈ સહિતના અગણીઓ અધીકારીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અનૂજાતીના લોકોની રજૂઆતો પશ્રો સાંભળ્યા હતા આ બેઠક માં વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક અભિગમથી મામલાનો નિવેડો આવ્યો છે જીલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અનૂજાતીના લોકોને પશ્રો મામલે લેખીત આપતાં અનૂજાતીના લોકો દ્વારા હિજરત કરવાનો કાયકમ મોફૂક રાખેલ છે .

(8:35 am IST)