Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ૩૦૦ને પાર, ૧૪૩ કેસ એકટીવ

૧ર દિવસમાં ર૦૦ કેસ નોંધાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો ૩૦૦ને પાર થઇ ગયો છે. જેમાં ૧૪૩ કેસ એકટીવ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

જુનાગઢ શહેર અને જિલ્લામાં પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ૧ર દિવસમાં ર૦૦ કેસનો વધારો થયો છે.

રવિવાર સાંજ સુધીની સ્થિતિએ જુનાગઢ જિલ્લામાં કુલ કેસ ર૯૭ થયેલ. કુલ મુત્યુ સાત છે. અને હજ

 ૧૪૩ કેસ એકટીવ છે. કુલ ૧૪૭ દર્દી સ્વસ્થ્ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

જુનાગઢ શહેરમાં પોઝીટીવ કેસ વધીને ૧૭૪ થયા છે. જુનાગઢ ગ્રામ્ય રપ, કેશોદ-ર૩, ભેસાણ-૧૧, માળીયા હાટીના-૧૦, માણાવદર-૭, મેંદરડા-૧૧, માંગરોળ-૪, વંથલી-૭ અને વિસાવદર ખાતે કોરોના પોઝીટીવ કેસ રપ થયા છે.

જુનાગઢ જિલ્લામાંથી રવિવારે કુલ ૧૧૯ સેમ્પલ લેવામાં આવેલ. શનિવારથી રવિવારની સાંજ સુધીમાં જિલ્લામાં ૩૪ પોઝીટીવ કેસ નોંધાયેલ.

આમ કોરોના પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે ખાસ જુનાગઢ મહાનગરમાં પોઝીટીવ કેસ વધીને ૧૭૪ થઇ ગયા હોય સ્થાનિક મનપા તંત્રએ કોરોનાને અટકાવવા માટે માસ પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ સાથે લોકોને અનુરોધ કર્યો છે. પરંતુ બજારોમાં ખરીદી કરતા લોકોમાં સામાજિક અંતર જાળવવામાં આવતું ન હોવાનું અને માસ્ક પહેરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવેલ મનપા તંત્રએ વેપારીઓ સામે લાલ આંખ કરી છે. (૭.૧૦)

(11:19 am IST)