Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મોરબી પંથકમાં વધુ એક ઘડિયા લગ્ન :ચૂંદડી પ્રસંગમાં યુગલના લગ્ન કરી ખોટા ખર્ચાથી બચ્યા

હાલ રહે.રાજકોટ ના રહેવાશી મૂળ મોરબી આમરણ ના ગાંભવા વલ્લભભાઈ ની દીકરી પ્રિયંકાબેન ના લગ્ન મૂળ મોટાભેલા ગામના હાલ રહે.મોરબી માં સરડવા અંબારામભાઈ ના દીકરા હિરેન સાથે ચુંદડી પ્રસંગમાં જ ઘડિયા લગ્ન કરી દેવામાં આવ્યા છે.

 આ યુગલના ચુંદડી પ્રસંગમાં એકઠાં થયેલા બંને પક્ષના શાણા સમજુ વડીલોએ એક પંથે દો કાજની જેમ ચુંદડી પ્રસંગમાં યુગલના લગ્ન કરી લગ્નના ખોટા ખર્ચાથી બચવાની સલાહ આપી હતી. જે સલાહને બંને પક્ષના પરિવારોએ સહર્ષ સ્વીકારીને તાત્કાલિક ઘડિયા લગ્ન ગોઠવ્યા હતા.

 

 
 
   
(8:35 pm IST)