Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જામનગરના મજેઠમાં એટ્રોસીટી હત્યાના પ્રયાસના કેસમાં નિર્દોષ છૂટકારો

જામનગર, તા. ૧૩ :. ધ્રોલ તાલુકાના મજેઠ મુકામે રહેતા અરવિંદભાઈ નાથાભાઈ વઘેરાની વાડીના શેઢા પાસે ઉંડ નદીમાં જમીનને પાણી પીવા માટે ચક્કી, કુવો બનાવી તેમા એન્જીન મુકેલ હેઠળ ત્યાં આરોપીઓ દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા, દીવ્યરાજસિંહ કીરીટસિંહ સરવૈયા તથા ઈરફાન સલીમ મકવાણા તા. ૨૨-૧-૧૬ના રોજ રેતી ડમ્પર અરવિંદભાઈની વાડીમાંથી ચલાવતા હોય છે જે અડચણરૂપ હોય જેથી અરવિંદભાઈએ રેતકી ચકીથી થોડે દૂર ભરવાનુ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અરવિંદભાઈને જાતિ પ્રત્યે અપમાનીત કરી અરવિંદભાઈને માથાના ભાગે છરી મારી ધોકા-પાઈપથી અરવિંદભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે અરવિંદભાઈ નાથાભાઈ વઘેરા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ એટ્રોસીટી એકટ ક. ૩-૧, ૧૦-૩ (૨) ૫ તથા જીપી એકટ કલમ ૧૩૫-૧ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ચાર્જશીટ કરેલ જે કેસ જામનગર એડીશ્નલ સેસન્સ જજ શ્રી ડી.એ. હીંગુની અદાલતમાં ચાલી જતા અદાલત દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.

આરોપીઓ તરફે વકીલ મનોજ એમ. અનડકટ, રાજેશ એમ. અનડકટ, હેત એમ. અનડકટ નિર્મળસિંહ એન. જાડેજા, કલ્પેશ બી. દાવડા, મીહીર મહેતા, જીગર આચાર્ય, કીંજલ મજીઠીયા, હર્શીલી જેઠવા રોકાયા હતા.(૨-૧૭)

(3:38 pm IST)