Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ટંકારામાં પાંચ દિવસથી ટેલીફોન-ઇન્ટરનેટ બંધઃ લોકો ત્રાહીમામ

મામલતદાર કચેરીમાં-ઇ-ધરા સહીતની વહીવટી કામગીરી ઠપ્પ

ટંકારા તા.૧૩ : ટંકારામાં છેલ્લા પાંચ દિવસથી બીએસએનએલ ટેલીફોન તથા મોબાઇલ સેવા બંધ છે. લોકો ત્રાહીમામ પોકારી ગયેલ છ.ે

ટંકારાની બી.એસ.એન.એલની ટેલીફોન તથા ઇન્ટરનેટ સેવા પાંચ દિવસથી બંધ છે. લજાઇ પાસે વાયર તુટતા ટેલીફોનો ઇન્ટરનેટ બંધ થયાનું જાણવા મળેલ છે.

મામલતદાર કચેરી ઇ-ધરા તાલુકા પંચાયત સરકારી કચેરીઓમાં પાંચ-પાંચ દિવસથી બંધ રહેતા અરજદારોમાં ભારે દેકારો બોલી ગયેલ છે. અરજદારો છેલ્લા પાંચ દિવસથી ધકકા ખાય છ.ે

લોકો અરજદારો સરકારી અધિકારી કર્મચારીઓ ઉપર નેટ બંધ હોવાનું જણાવી કામ નહી કરતા હોવાનો આક્ષેપ થઇ રહેલ છે.

બી.એસ.એન.એલ. કંપનીમાં ટેલીફોન તથા ઇન્ટરનેટ વારંવાર બંધ થઇ જાય છે.કામગીરી થતી નથી તેમાં સ્પીડ પણ નથી.

સરકારી કચેરીમાંં બી.એસ.એન.એલ. સાથે બીજી કંપનીના ઇન્ટરનેટની સુવિધા રાખવાની મંજુરી આપવાની જરૂર છે. જેથી બી.એસ.એન.એલ. બંધ હોય ત્યારે ઉપયોગ થઇ શકે.

પાંચ-પાંચ દિવસથી ટંકારામાં ટેલીફોન ઇન્ટરનેટ બંધ છ.ે છતા રીપેરીંગ કાર્યવાહી થયેલ નથી. તાકીદે ટેલીફોન ઇન્ટરનેટ સેવા ચાલુ કરવા માગણી ઉઠેલ છ.ે

(1:13 pm IST)