Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ગીર સોમનાથ જીલ્લામાં

સુરત વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને અલવિદા કહી સરકારી શાળામાં પ્રવેશ્યા

સોમનાથ તા.૧૨ : ગીરસોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી અને શિક્ષકોની ટીમના ભગીરથ પ્રયાસોની સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધતા ઉજળા સંજોગો નિર્માણ થયા હોય તેમ ખાનગી શાળા છોડીને સૌથી વધુ બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવવામાં વેરાવળ તાલુકો મોખરે રહ્યો છે. સરકારી શિક્ષણ કથળતુ હોવાથી સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટતી હોવાની ફરીયાદો હવે ભૂતકાળ બની ગઇ છે. સરકારી શાળાઓમાં પોતાનુ બાળક ગુણવતા સભર શિક્ષણ લે એ વાલીઓએ નિર્ણય કરેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં ખાનગી શાળામાંથી ૨૩૨૫ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાંથી સૌથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો હોય તેવા વેરાવળ તાલુકા ૬૨૮ ઉના તાલુકાના ૪૪૪ તાલાળા તાલુકામાં ૩૪૭ સુત્રાપાડા તાલુકામાં ૩૫૪ કોડીનાર તાલુકામાં ૨૯૭ ગીરગઢડા તાલુકામાં રપપ બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ગીરસોમનાથ જિલ્લાની છ સરકારી શાળાઓમાં ધોરણ દીઠ બાળકોએ મેળવેલ પ્રવેશ ધો.ર માં ૩૭૨ ધો. ૩ માં ૩૪૦ ધો. ૪ ૩૨૧, ધો.પ ૩૫૨, ધો. ૬ ૩૪૫ ધો.૭ ૩૧૦ ધો.૮ ૨૮૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.

(11:35 am IST)