Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

હળવદમાં માટી કલાના કસબી તુલસીભાઇએ બાલીકાઓ માટે જવારા બનાવી વેચાણમાં મુકયા

નાનીબાળાઓ તથા માતાપિતા લાડકી દિકરી માટે સમય બચાવવા સાથે તૈયાર જવારા ખરીદવા ઉત્સુક

હળવદ તા.૧૨ : આધુનિક સમયમાં સમયની કિંમત માણસને સમજાતી જાય છે ઓછા સમયમાં વસ્તુ સરળતાથી મળી જાય તો તે વસ્તુ ખરીદવામાં વધુ પસંદ કરે છે આ વાતમાં નાની બાળાઓ પણ બાકાત રહી નથી તેઓ પણ સમયની બચત થાય તૈયાર જવારા મળતા હોય તો તે ખરીદવા વધુ પસંદ કરે છે કારણકે જવારા તૈયાર કરવામાં માટીનું કોડિયું પાંચ જાતના ધાન્ય માટી સહિતની વસ્તુઓ નું મિશ્રણ કરવામાં આવે છે સમયે ઙ્ગતને પાણી પાવું પડે છે અને એ પછી પણ ધ્યાન રાખવું પડે છે કે જવારા કેવા તૈયાર થશે તેનુ નક્કી રહેતું નથી આ બધી ઝંઝટ માં પડ્યા વગર જો તૈયાર જવારા મળે છે તે ખરીદવા વધુ પસંદ કરે છે બજારમાં મળતા લીલાછમ નયનરમ્ય આકર્ષણ લાગતાં જવારા સૌ કોઈ આકર્ષિત થઈ ખરીદવા મન થાય તેવા લાગતા હોય છે હળવદમાં માટીના વાસણો વેચતા તુલસીભાઈ રણછોડભાઈ પ્રજાપતિ ને આ વિચાર આવ્યો કે તૈયાર જવારા કરીને વ્રત કરતી બાળાઓ માટે ઙ્ગવેચી તો આ વિચારને અમલમાં મૂકીને તેઓ તૈયાર ઙ્ગજવારા ઓ વેચી રહ્યા છે અને અને હળવદમાં તૈયાર જવારા ખરીદવાનો ક્રેઝ વધ્યો છે નાની બાળાઓ થી માંડીને ઙ્ગમાતા-પિતાઓ પોતાની લાડલી દીકરી માટે હોસે હોસે તૈયાર જવારા ખરીદે છે.

(11:34 am IST)