Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ગુરૂમંત્ર સે ભવસાગર પાર, ગુરૂને સિખાયા, જીવનજ્ઞાન અપાર...

ગુરૂપૂર્ણિમાની પવિત્ર પરંપરાને ઝબકતી રાખતા ઝૂંડાળાવાળા અનિલપ્રસાદ જોષીઃ મંગળવારે ઉજવણી

રાજકોટ તા. ૧૩ : મુળ જસદણ પંથકના ઝૂંડાળાના વતની અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા સુપ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી  અનિલપ્રસાદજી જોષી (મો. ૯૯૧૩પ ૩૦૦૪૭) એ ગુરૂપુર્ણિમાની પવિત્ર પરંપરા ધબકતી ઝબકતી રાખી છે. તેમના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂપૂર્ણિમાના દિવસે તા. ૧૬ મંગળવારે શ્રી ગુર્જર રાજપૂત સમાજવાડી, ર-વિદ્યાનગર, ડો. યાજ્ઞિક રોડ, સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાછળ, રાજકોટ ખાતે ગુરૂપૂર્ણિમાં ઉત્સવનું આયોજન કરાયેલ છે.

તા. ૧પ મીએ સોમવારે રાત્રે ૯.૩૦ થી ૧૦.૩૦ તે જ સ્થળે મહાપૂજા-આરતી તેમજ રાત્રે ૧૦.૩૦ થી ૧ર હરિનામ સંકિર્તન રાખેલ છે. મંગળવારે સવારથી બપોર સુધી વેદ પાઠ, ગીતા પાઠ, વડીલોની પૂજા વગેરે કાર્યક્રમો થશે. બપોરે ૧૧.૩૦ વાગ્યાથી મહાપ્રસાદનો પ્રારંભ થશે. આમંત્રીતોને હૈયાના હેતથી આવકારવા માટે શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી, શ્રીમતી કૃષ્ણાદેવી, ચૈતન્યકુમાર, સ્વાતિ, અવધકુમાર વગેરે તૈયારી કરી રહ્યા છે.

આત્મીયજનો જોગ  શાસ્ત્રીજીનો સંદેશ

જબ અપના દિન શરૂ કરતે હૈ તબ અપને પાસ તિન શબ્દ રખે. કોશિષ, સચ ઔર વિશ્વાસ,

* કોશિષ : બેહતર ભવિષ્ય કે લિએ.

* સચ : અપને કામ કે સાથ

* વિશ્વાસ : ભગવાન મેં રખો તો સફલતા આપકે પૈરો પર હોગી

(10:54 am IST)