Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કેશોદની મુખ્ય બજારમાં પાણી ભરાતા ભારે મુશ્કેલી : વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી

આબાંવાડી કાપડ બજારમાં રોડ બનાવાયો ત્યારે કરેલી રજૂઆત કાને નહિ ધરાતા તંત્રની બેદરકારીનો ભોગ બનવાનો વારો આવ્યો હોવાનો વેપારીઓનો વસવસો

 

કેશોદ : કેશોદની મુખ્ય ગણાતી આંબાવાડી કાપડ બજારમાં પાણી ભરાતા વેપારીઓ તથા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે આંબાવાડી કાપડ બજારમાં જે તે સમયે રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે વેપારીઓએ રજુઆત કરી હોવા છતા ઉંચાણ નિચાણ વાળો રોડ રાતોરાત રોડનું કામ પુર્ણ કરી દેવાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે  તંત્રની બેદરકારીનો ભોગ આજે વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો  હોવાનો વસવસો વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે પાણીના નિકાલની પણ યોગ્ય સુવિધા હોવાથી આંબાવાડી કાપડ બજારમાં બે ફુટથી પણ વધુ પણ વધુ પાણી ભરાતા વેપારીઓ પરેશાની ભોગવી રહ્યાછે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે તેમ અકિલાના વાંચક વાઢીયા મિતલકુમાર જણાવે છે

(12:09 am IST)