Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સાંજે ૪.૪૫ વાગ્યે

સુત્રાપાડામાં બે કલાકમાં બે ઈંચઃ કોડીનાર દોઢ, જામકંડોરણામાં વધુ એક ઈંચ

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વિસ્તારોમાં હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે બપોરે ૨ થી ૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ૨, કોડીનારમાં દોઢ, ઉના અડધો અને તાલાળામાં હળવા ઝાપટા વરસ્યા છે.

જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુરમાં અડધો અડધો ઈંચ વરસ્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલમાં અડધો ઈંચ, અમરેલી, બાબરા, જાફરાબાદ અને ખાંભામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે. જૂનાગઢના કેશોદ અને માળીયાહાટીનામાં તથા સિહોરમાં ઝાપટા વરસ્યા છે.

આ ઉપરાંત ટંકારા, ધોરાજી, જેતપુર, લોધીકા, ઉપલેટા અને રાજકોટમાં પણ હળવો-ભારે વરસાદ વરસ્યો છે.

(4:59 pm IST)